Jay Shah ICC President ભારતીય ક્રિકેટને નવી ઉંચાઈ પર લઈ ગયા બાદ જય શાહ આઈસીસી તરફ વળ્યા છે. ICCએ જય શાહને મોટી જવાબદારી સોંપી છે. જય શાહને આગામી બે વર્ષ માટે ICCના નવા અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. આ ફેરફાર એવા સમયે કરવામાં આવ્યો છે જ્યારે ICCની આગામી સૌથી મોટી ટૂર્નામેન્ટ પાકિસ્તાનમાં રમાવાની છે. જય શાહે ગ્રેગ બાર્કલેના સ્થાને ICCના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી છે. ગ્રેગ બાર્કલે વર્ષ 2020માં ICCના અધ્યક્ષ બન્યા. ગ્રેગ બાર્કલે સતત બે ટર્મ માટે ICCના અધ્યક્ષ હતા. 2020 માં અધ્યક્ષ તરીકે ચૂંટાયા પછી, તેઓ ફરીથી 2022 માં બિનહરીફ ચૂંટાયા. જય શાહ પણ બિનહરીફ ICCના અધ્યક્ષ બન્યા છે.
Jay Shah ICC President જય શાહે BCCI ના સેક્રેટરી અને ACC ના પ્રમુખ તરીકે અદ્ભુત કામ કર્યું છે. નવા પ્રમુખનો કાર્યકાળ 1 ડિસેમ્બર, 2024થી શરૂ થવાનો છે. જય શાહ 2019 માં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ના સચિવ બન્યા. જય શાહે લગભગ 6 વર્ષ સુધી BCCIમાં સેવા આપી છે. ICCમાં જય શાહના કાર્યકાળ દરમિયાન જ ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું આયોજન કરવામાં આવશે. શેડ્યૂલ અનુસાર આ ટૂર્નામેન્ટ પાકિસ્તાનમાં રમાવાની છે. જો કે આ વિશે પહેલાથી જ ઘણી અટકળો લગાવવામાં આવી રહી છે, પરંતુ જો આપણે અત્યારે જય શાહના મુદ્દા પર નજર કરીએ તો, ભારત માટે આઈસીસીમાં કામ કરવું તે એક મોટી વાત હશે.
જય શાહ ICCના અધ્યક્ષ બનનાર સૌથી યુવા વ્યક્તિ બન્યા
જય શાહ ICCમાં ટોચના પદ પર પહોંચનાર પ્રથમ ભારતીય નથી. તેમના પહેલા ચાર ભારતીય ICCના અધ્યક્ષ/પ્રમુખ રહી ચૂક્યા છે. જેમાં જગમોહન દાલમિયા, શરદ પવાર, એન શ્રીનિવાસન અને શશાંક મનોહરના નામ સામેલ છે. જગમોહન દાલમિયા 1997 થી 2000 સુધી ICC અધ્યક્ષ, 2010 થી 2012 સુધી શરદ પવાર, 2014 થી 2015 સુધી એન શ્રીનિવાસન અને 2015 થી 2020 સુધી શશાંક મનોહર રહી ચુક્યા છે. તમને જણાવી દઈએ કે જય ICCના ટોચના પદ પર પહોંચનાર 5મો ભારતીય છે. આ પદ સંભાળનાર તે સૌથી યુવા વ્યક્તિ પણ છે. તેઓ 35 વર્ષની ઉંમરે ICCના અધ્યક્ષ બન્યા હતા
આ પણ વાંચો- બાંગ્લાદેશે ટેસ્ટમાં પાકિસ્તાને 10 વિકેટથી હરાવીને રચ્યો ઇતિહાસ