આખરે પાકિસ્તાનના આર્મી ચીફે સ્વીકાર્યું, કારગિલ યુદ્વમાં અનેક જવાનો માર્યા ગયા

પાકિસ્તાન આર્મી ચીફ:  1999ના કારગિલ યુદ્ધમાં પાકિસ્તાની સેનાની સીધી સંડોવણી હોવાનું પાકિસ્તાની સેનાએ પ્રથમ વખત સત્તાવાર રીતે સ્વીકાર્યું છે. જેમાં પાકિસ્તાનને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. આ યુદ્ધમાં પાકિસ્તાનના ઘણા સૈનિકો માર્યા ગયા હતા. શુક્રવાર, 6 સપ્ટેમ્બરના રોજ રક્ષા દિવસના અવસર પર, પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ અસીમ મુનીરે, કારગીલમાં પાકિસ્તાની સેનાના જવાનોના મૃત્યુને આખરે સ્વીકાર્યું છે. આ પહેલા પાકિસ્તાને તેનો ઇનકાર કર્યો હતો.

1999ના કારગિલ યુદ્ધમાં પાકિસ્તાની સેનાની સીધી સંડોવણી હોવાનું પાકિસ્તાની સેનાએ પ્રથમ વખત સત્તાવાર રીતે સ્વીકાર્યું છે. જેમાં પાકિસ્તાનને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. આ યુદ્ધમાં પાકિસ્તાનના ઘણા સૈનિકો માર્યા ગયા હતા. શુક્રવાર, 6 સપ્ટેમ્બરના રોજ રક્ષા દિવસના અવસર પર, પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ અસીમ મુનીરે, કારગીલમાં પાકિસ્તાની સેનાના જવાનોના મૃત્યુને આખરે સ્વીકાર્યું છે. આ પહેલા પાકિસ્તાને તેનો ઇનકાર કર્યો હતો.

જાણો શું કહ્યું પાક આર્મી ચીફ?
જનરલ મુનીરે કહ્યું કે પાકિસ્તાનના લોકો બહાદુર છે, જે આઝાદીનું મહત્વ અને તેની કિંમત ચૂકવવાની રીતને સમજે છે. 1948, 1965, 1971 હોય કે 1999નું કારગિલ યુદ્ધ હોય, હજારો સૈનિકોએ આ યુદ્ધમાં દેશ અને ઇસ્લામ માટે બલિદાન આપ્યું છે. 25 વર્ષમાં પહેલીવાર પાકિસ્તાની સેના દ્વારા આ પ્રકારનું નિવેદન સામે આવ્યું છે. તમને જણાવી દઈએ કે આ આર્મી ચીફ પહેલા પાકિસ્તાની સેનાના કોઈ જનરલે ઓફિસમાં રહીને કારગિલ યુદ્ધને લઈને આવું સ્પષ્ટ નિવેદન આપ્યું ન હતું.

પાકિસ્તાની સેનાએ સત્તાવાર રીતે ભારત સાથે 1999ના કારગિલ યુદ્ધમાં તેની સંડોવણીનો સ્વીકાર કર્યો છે. સંરક્ષણ દિવસના અવસર પર પાકિસ્તાની આર્મી ચીફ જનરલ અસીમ મુનીર કહે છે, “1948, 1965, 1971 અને 1999માં કારગીલમાં પાકિસ્તાન અને ભારત વચ્ચેના યુદ્ધમાં હજારો શહીદોએ દેશ માટે પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું…”

પાકિસ્તાની સેનાએ સત્તાવાર રીતે ભારત સાથે 1999ના કારગિલ યુદ્ધમાં તેની સંડોવણીનો સ્વીકાર કર્યો છે. સંરક્ષણ દિવસના અવસર પર પાકિસ્તાની આર્મી ચીફ જનરલ અસીમ મુનીર કહે છે, “1948, 1965, 1971 અને 1999માં કારગીલમાં પાકિસ્તાન અને ભારત વચ્ચેના યુદ્ધમાં હજારો શહીદોએ દેશ માટે પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું…”

આ પણ વાંચો –  આ iPhones 9 સપ્ટેમ્બર પછી બંધ થઈ જશે! જુઓ યાદી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *