સુરતમાં ગણપતિના પંડાલ પર મુસ્લિમ યુવકોએ પથ્થરમારો કરતા મોટી બબાલ, પોલીસનો કાફલો ઘટનાસ્થળે

સુરતમાં ગણપતિના પંડાલ:  હાલમાં ગુજરાત સહિત દેશભરમાં ગણેશ ઉત્સવની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે. લોકો આસ્થા સાથે બાપ્પાની સ્થાપના કરી આ ઉત્સવને માણી રહ્યા છે. ત્યારે આવા સમયે અમુક જગ્યાએ અઘટિત ઘટનાઓ પણ ઘટતી હોય છે.ગુજરાતના  સુરતથી મોટા સમાચાર સામે આવ્યા છે,

સુરતમાં ગણપતિના પંડાલ:  સુરતના અસમાજિક તત્વો ગણપતિના પંડાલ પર પથ્થરમારો કર્યો હતો જેના લીધે સ્થિતિ વણસી હતી જેના લીધે માહોલ બગડ્યો હતો.રીક્ષામાં આવી ત્રણ યુવકોએ અચાનક ગણપતિ પંડાલ પર પથ્થર ફેંક્યા હતા. ગણપતિ મંડપ પર પથ્થરો ફેંકી બન્ને યુવકોએ ભાગવાનો પ્રયત્ન કર્યો હતો.  સ્થાનિક લોકોએ બન્ને યુવકોને ઝડપી લીધા હતા અને બન્ને યુવકોને મેથીપાક ચખાડી પોલીસના હવાલે કર્યા હતા.

સુરતમાં કટ્ટરવાદી અસમાજિક તત્વોએ શાંતિ ડોહલવાનો પ્રયાસ કર્યો હતો. આ પથ્થરમારા બાદ પરિસ્થિતિ વણસી હતી પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચીને સ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કરી રહ્યા છે. નોંધનીય છે કે રીક્ષામાં આવી ત્રણ યુવકોએ અચાનક ગણપતિ પંડાલ પર પથ્થર ફેંક્યા હતા.

આ ઘટના બાદ હિન્દુ સમાજના યુવાનોએ સૈયદપુરા પોલીસ ચોકીનો ઘેરાવ કર્યો હતો. દરમ્યાન ધારાસભ્ય કાંતિ બલર પણસ્થળ પર પહોંચ્યા હતા. ધારાસભ્ય કાંતિ બલરે કહ્યું ગણપતિ મંડપ પર પથ્થરમારો કરનાર યુવકોને છોડવામાં નહીં આવે. તેમણે પોલીસ દ્વારા આ યુવકો સામે કાર્યવાહી કરાશે તે બાબતે હિન્દુ સમુદાયના લોકોને આશ્વસ્ત કરી સમજાવવાનો પ્રયાસ કર્યો હતો.

આ પણ વાંચો –  બાંગ્લાદેશ સામેની ટેસ્ટ મેચ માટે BCCIએ કરી ઇન્ડિયા ટીમની જાહેરાત,શ્રેયસ અય્યર આઉટ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *