ગુજરાતના અંકલેશ્વરમાંથી 5 હજાર કરોડનું ડ્રગ્સ ઝડપાયું

ગુજરાતના અંકલેશ્વર શહેરમાં રવિવારે એક ખાસ સંયુક્ત ઓપરેશનમાં રૂ. 5,000 કરોડનું કોકેઈન જપ્ત કરવામાં આવ્યું હતું.દિલ્હી પોલીસ અને ગુજરાત પોલીસની સંયુક્ત ટીમે અંકલેશ્વરમાં આવકાર ડ્રગ્સ લિમિટેડ કંપનીના પરિસરમાં દરોડો પાડ્યો હતો, જે દરમિયાન 518 કિલો ડ્રગ્સ મળી આવ્યું હતું. બજાર કિંમત 5,000 કરોડ રૂપિયાથી વધુ છે.

નોંધનીય છે કેઅંકલેશ્વરમાંથી ફરી એકવાર ડ્રગ્સનો કાળો કારોબાર ઝડપાયો છે. ડ્રગ્સ સામે કેન્દ્ર સરકારની ‘ઝીરો ટોલરન્સ’ નીતિ અને ‘ડ્રગ ફ્રી ઈન્ડિયા કેમ્પેઈન’ હેઠળ, દિલ્હી પોલીસ અને ગુજરાત પોલીસે એક સંયુક્ત ઓપરેશનમાં હાથ ધર્યું હતું. જેમાં 5,000 કરોડ રૂપિયાનું 518 કિલો કોકેઈન જપ્ત કર્યું છે.

સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું કે,દિલ્હી પોલીસ અને ગુજરાત પોલીસના સ્પેશિયલ સેલે રવિવારે ગુજરાતના અંકલેશ્વરમાં અવકાર ડ્રગ્સ લિમિટેડ કંપનીમાં સર્ચ દરમિયાન 518 કિલો કોકેન જપ્ત કર્યું હતું. આંતરરાષ્ટ્રીય બજારમાં તેની કિંમત લગભગ 5,000 કરોડ રૂપિયા છે.

આ અંગેની મળતી વિગતો અનુસાર દિલ્હી અને ગુજરાત પોલીસે સંયુક્ત ઓપરેશન કર્યું હતું. જેમાં અવકાર ડ્રગ્સ લિમિટેડ નામની ખાનગી કંપનીમાંથી 518 કિલો કોકેઇનનો જથ્થો મળી આવ્યો હતો .આ જથ્થાની બજાર કિંમત રૂપિયા 5000 કરોડ થવા જાય છે. આ અગાઉ પણ અંકલેશ્વરમાંથી અનેકવાર ડ્રગ્સ બનાવતી ફેક્ટરીઓ ઝડપાઈ ચૂકી છે. ત્યારે ફરી એકવાર અંકલેશ્વરમાં ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાયો છે. આ મામલે દિલ્હી અને ગુજરાત પોલીસ દ્વારા છેલ્લા ઘણા સમયથી ઓપરેશન ચાલી રહ્યું હોવાના માહિતી સૂત્રો પાસેથી પ્રાપ્ત થઈ રહી છે

આ પણ વાંચો –  ગુજરાતના સફળ બિઝનેસમેન ડૉ. ફારૂક પટેલ પાસેથી જાણો સફળતાના મંત્ર, SUCCESS તમારા કદમ ચૂમશે!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *