LAC પર પેટ્રોલિંગને લઈને ભારત અને ચીન વચ્ચે નવો કરાર થયો, વિદેશ મંત્રાલયે આપી માહિતી

LAC  ભારત અને ચીન વચ્ચે પૂર્વી લદ્દાખમાં છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલો સરહદ વિવાદ હવે ઉકેલાવા લાગ્યો છે. વિદેશ સચિવ મિસરીએ માહિતી આપી છે કે ભારત અને ચીનના સૈન્ય વાટાઘાટકારો સમજૂતી પર પહોંચી ગયા છે. વિદેશ સચિવ વિક્રમ મિસરીએ સોમવારે માહિતી આપી હતી કે LAC પર પેટ્રોલિંગને લઈને બંને દેશો વચ્ચે સમજૂતી થઈ છે.

પૂર્વી લદ્દાખમાં ભારત અને ચીન વચ્ચે સરહદ વિવાદ પર વિદેશ સચિવ વિક્રમ મિસરીએ કહ્યું છે કે છેલ્લા કેટલાક અઠવાડિયામાં, ભારત અને ચીનના વાટાઘાટકારો આ મુદ્દા પર સંપર્કમાં છે અને એક કરાર પર પહોંચ્યા છે. વિદેશ સચિવે કહ્યું કે ભારત અને ચીન વચ્ચે વાતચીત બાદ LAC પર પેટ્રોલિંગને લઈને સમજૂતી થઈ છે.

ભારત અને ચીન તેમના સૈનિકોને પાછા ખેંચવા અને વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર પેટ્રોલિંગ ફરી શરૂ કરવા માટે એક નવા કરાર પર પહોંચ્યા છે. વિદેશ સચિવ વિક્રમ મિસરીએ સોમવારે આ અંગે માહિતી આપી હતી. 22-23 ઓક્ટોબરે યોજાનારી 16મી બ્રિક્સ સમિટ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રશિયાની મુલાકાત પહેલા આ મહત્વપૂર્ણ ઘટનાક્રમ સામે આવ્યો છે.

બ્રિક્સ સમિટ દરમિયાન ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને પીએમ મોદી વચ્ચે દ્વિપક્ષીય વાટાઘાટોની સંભાવના પર વિદેશ સચિવ વિક્રમ મિસરીએ કહ્યું, ‘ભારત અને ચીન વચ્ચે છેલ્લા ઘણા અઠવાડિયાથી રાજદ્વારી અને સૈન્ય વાટાઘાટો થઈ રહી છે. અમે એલએસી મુદ્દાઓ પર ચીન સાથે કરાર કર્યો છે. સૈનિકોને પાછા ખેંચવા અને પરિસ્થિતિના નિરાકરણ માટે પેટ્રોલિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. દ્વિપક્ષીય વાટાઘાટોના મુદ્દે, અમે હજુ પણ સમય અને પ્રતિબદ્ધતાઓ અનુસાર કામ કરી રહ્યા છીએ

આ પણ વાંચો –  કાશ્મીરમાં ફરી આતંકી હુમલો, ડોક્ટર સહિત 6 લોકોના મોત, પાંચ ઘાયલ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *