WTC- ભારતને ટેસ્ટ શ્રેણીમાં ન્યૂઝીલેન્ડના હાથે 3-0થી હારનો સામનો કરવો પડ્યો હતો. પહેલીવાર ટીમ ઈન્ડિયાને ઘરઆંગણે કોઈ ટીમ દ્વારા આટલી ખરાબ રીતે કચડી નાખવામાં આવી હતી. ત્રણેય મેચમાં ભારતીય બેટ્સમેનોનું પ્રદર્શન ઘણું શરમજનક રહ્યું, જેના કારણે ટીમને પરિણામ ભોગવવા પડ્યા. સિરીઝ ગુમાવવાથી ભારતનો વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ રમવાનો રસ્તો ઘણો મુશ્કેલ બની ગયો છે.
બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં ઓસ્ટ્રેલિયા સામે જોરદાર પ્રદર્શન જ હવે રોહિતની પલટનને WTC ફાઇનલમાં ટિકિટ મળી શકે છે. જો ભારતે સતત ત્રીજી વખત ડબલ્યુટીસી ફાઈનલ રમવી હોય તો ટીમ ઈન્ડિયાને ઓસ્ટ્રેલિયા સામે પાંચમાંથી ચાર ટેસ્ટ મેચમાં જીતવી પડશે. જોકે, રોહિતની સેના માટે આ એટલું સરળ નથી. જો ભારતીય ટીમ ત્રણ ટેસ્ટ મેચ જીતવામાં સફળ રહેશે તો પણ તે ટાઈટલ મેચમાં ભાગ લેતી જોવા મળશે.
આ પણ વાંચો – ઉત્તરાખંડના કુપીમાં મુસાફરોથી ભરેલી બસ ખાઈમાં પડતા 23 લોકોના મોત, મૃતદેહની સંખ્યા વધશે