મિલ્લી કાઉન્સિલના ગુજરાત પ્રમુખ રિઝવાન તારાપુરીએ શહીદ PSI જાવેદખાન પઠાણને આપી શ્રદ્વાજંલિ

મિલ્લી કાઉન્સિલ તરફથી  શ્રદ્વાજંલિ –   સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા નજીક  SMCના પી.એસ.આઇ. જાવેદખાન પઠાણનું આકસ્મિક અવસાન થતા સમગ્ર પોલીસ બેડામાં શોકની લાગણી પ્રસરી ગઇ હતી.ચાલુ ફરજે જાવેદખાનને બાતમી મળતા તેઓ પોતાની ટીમ સાથે બૂટલેગરને પકડવા તજવીજ હાથ ધરી હતી તે સમયે બૂટલેગરની ક્રેટા કારને રોકવાનો પ્રયત્ન કરતા ગમ્ખવાર અકસ્માત સર્જાયો હતો જેમાં પીએસઆઇ જાવેદ પઠાણ શહીદ થયા હતા.

આ ઘટના સંદર્ભે ઓલ ઇન્ડિયા મિલ્લી કાઉન્સિલ ગુજરાતના પ્રમુખ મુફતી રિઝવાન તારાપુરીએ SMCના PSI જાવેદખાન પઠાણની શહાદત પર ભારે દુ:ખ વ્યક્ત કરતા તેમણે કહ્યું કે ચાલુ ફરજે દેશ માટે શહીદ થનાર જાવેદ પઠાણને ભાવભીની શ્રદ્વાજંલિ, દેશ માટે જાનની પરવા કર્યા વગર તેમણે પોતાની ફરજ પૂરી નિષ્ઠાથી નિભાવી, અને બહાદુરી પૂર્વક બૂટલગરને રોકવાનો છેલ્લી શ્વાસ સુધી પ્રયાસ કર્યો, આવા વીર શહીદના પરિવારને મારા તરફથી સાંત્વના. મારી સરકાર અને ગૃહમંત્રી હર્ષ સંઘવીને એક અપીલ છે કે જાવેદ ખાનની શહીદી માટે એક ટ્વિટ તો કરવો જોઇતો હતો, પોતાની જાનની પરવા કર્યા વગર તેમણે દેશ માટે શહીદ થયા છે. પરિવારને મળીને તેમને સાંત્વના આપે તો પણ ઘણું સારૂં અને પોલીસ વેલ્ફેર ફંડ સહિત જે પણ સરકારી વળતર હોય તે તત્કાળ શહીદ જાવેદખાનની પરિવારને મળે તેવી અમારી માંગ છે.

નોંધનીય છે કે પીએસઆઇ પઠાણે દસાડા પાસે બુટલેગરની ક્રેટા કારને રોકવાનો પ્રયાસ કર્યો. આ દરમિયાન તેમની પોતાની ફોર્ચ્યુનર કારને ગાડી સાથે અકસ્માત સર્જાયો. આ ટક્કર એટલી જોરદાર હતી કે પઠાણને ગંભીર ઇજાઓ પહોંચતા તેઓને તરત જ વિરમગામની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, પરંતુ દુખદ રીતે સારવાર દરમિયાન તેમનું અવસાન થયું. આ દુર્ઘટનાએ સુરક્ષા તંત્રમાં આંચકો ફેલાવી દીધો છે, અને આ ઘટનાએ પોલીસ વિભાગને ખળભળાવી દીધો છે.

 આ પણ વાંચો –  આણંદમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં મોટી દુર્ઘટના, બાંધકામ સ્થળ પર સ્ટ્રક્ચર ધરાશાયી થતાં એક કામદારનું મોત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *