ભારતીય ટીમનો કેપ્ટન રોહિત શર્મા બીજી વખત પિતા બન્યો છે. રિતિકા સજદેહે પુત્રને જન્મ આપ્યો છે. રોહિત અને રિતિકાને પહેલેથી જ એક પુત્રી છે, જેનું નામ સમાયરા છે. રોહિતના પરિવારની સાથે ભારતીય ટીમ અને ભારતીય ક્રિકેટ ફેન્સ માટે આ સમાચાર કોઈ મોટા સારા સમાચારથી ઓછા નથી. હવે જોવાનું એ રહે છે કે રોહિત શર્મા પર્થ ટેસ્ટ મેચમાં ભારતીય ટીમનું નેતૃત્વ કરતો જોવા મળે છે કે કેમ?
શુક્રવારે જ રોહિતની પત્ની રિતિકાએ પુત્રને જન્મ આપ્યો હતો. આ દિવસોમાં ભારતીય ટેસ્ટ ટીમ ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર છે, જ્યાં 22 નવેમ્બરથી પાંચ મેચની ટેસ્ટ શ્રેણી રમવાની છે. રોહિત શર્મા અંગત કારણોસર ટીમ ઈન્ડિયા સાથે ઓસ્ટ્રેલિયા નથી પહોંચ્યો, પરંતુ હવે એવું લાગી રહ્યું છે કે રોહિત 22 નવેમ્બર પહેલા ટીમ ઈન્ડિયા સાથે જોડાઈ શકે છે અને તે પર્થ ટેસ્ટ મેચમાં પણ રમતા જોવા મળી શકે છે.
ભારતીય ટેસ્ટ ટીમના બાકીના સભ્યો હાલમાં ઓસ્ટ્રેલિયામાં છે અને બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની તૈયારીમાં વ્યસ્ત છે. આ સમયગાળા દરમિયાન ભારતીય ટીમ ઈન્ટ્રા-સ્કવોડ મેચો પણ રમી રહી છે, જેમાં ટેસ્ટ ટીમના ખેલાડીઓની સાથે ઈન્ડિયા A ના ખેલાડીઓ પણ ભાગ લઈ રહ્યા છે. ઈન્ટ્રા સ્ક્વોડ મેચના પહેલા જ દિવસે કેએલ રાહુલ ઈજાગ્રસ્ત થયા હોવાના સમાચાર આવ્યા છે, આ સાથે જ ઓસ્ટ્રેલિયન મીડિયામાંથી એવું પણ જાણવા મળ્યું છે કે ગુરુવારે વિરાટ કોહલી પણ સ્કેન માટે ગયો હતો, જોકે વિરાટ સંપૂર્ણ રીતે ફિટ હતો. ઇન્ટ્રા સ્ક્વોડ મેચમાં ફિટ દેખાતો હતો અને બે ઇનિંગ્સમાં પણ બેટિંગ કરી હતી.
નોંધનીય છે કે ભારતીય ટીમનો કેપ્ટન રોહિત શર્મા બીજી વખત પિતા બન્યો છે. રિતિકા સજદેહે પુત્રને જન્મ આપ્યો છે. રોહિત અને રિતિકાને પહેલેથી જ એક પુત્રી છે, જેનું નામ સમાયરા છે. રોહિતના પરિવારની સાથે ભારતીય ટીમ અને ભારતીય ક્રિકેટ ફેન્સ માટે આ સમાચાર કોઈ મોટા સારા સમાચારથી ઓછા નથી.
આ પણ વાંચો – ભારતે ચોથી T20 મેચમાં દક્ષિણ આફ્રિકાને 135 રને હરાવીને શ્રેણી 3-1થી જીતી