T20 મેચમાં રચાયો ઇતિહાસ, આ ટીમ માત્ર 7 રનમાં ઓલઆઉટ

 T20 મેચમાં રચાયો ઇતિહાસ –    ICC મેન્સ T20 વર્લ્ડ કપ આફ્રિકા સબ રિજનલ ક્વોલિફાયર C 2024માં નાઈજીરિયા અને આઈવરી કોસ્ટ વચ્ચે મેચ રમાઈ હતી. આ મેચમાં, T20ના ઈતિહાસમાં આવું ભાગ્યે જ પ્રથમ વખત બન્યું છે, જ્યારે કોઈ ટીમ લક્ષ્યનો પીછો કરતી વખતે માત્ર 7 રનમાં જ પડી ગઈ હોય. આ શરમજનક રેકોર્ડ હવે આઈવરી કોસ્ટની ટીમના નામે નોંધાઈ ગયો છે. આઇવરી કોસ્ટ 7 રનમાં ઓલઆઉટ થઇ ગઇ આ મેચ જીતવા માટે નાઈજીરિયાએ આઈવરી કોસ્ટને 272 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેનો પીછો કરતા આઇવરી કોસ્ટની ટીમ 7.3 ઓવરમાં માત્ર 7 રનમાં જ સમેટાઇ ગઇ હતી. આ મેચમાં આઈવરી કોસ્ટના સાત બેટ્સમેન પોતાનું ખાતું પણ ખોલી શક્યા ન હતા. આ સિવાય ત્રણ બેટ્સમેનોએ 1-1-1 રન અને એક બેટ્સમેને 4 રન બનાવ્યા હતા. નાઈજીરીયા માટે બે બોલરોએ 3-3 અને એક બોલરે 2 વિકેટ ઝડપી હતી.

 T20 મેચમાં રચાયો ઇતિહાસ –    આ મેચમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા નાઈજીરિયાએ 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 271 રન બનાવ્યા હતા. નાઈજીરીયા તરફથી બેટિંગ કરતા સેલિમ સલાઉએ શાનદાર સદી ફટકારી હતી. સેલીમ સલાઉએ પોતાની ઇનિંગ દરમિયાન 13 ફોર અને 2 શાનદાર સિક્સર ફટકારી હતી.

આઇવરી કોસ્ટની ટીમ સેલિમને આઉટ કરી શકી ન હતી, જો કે સેલિમ નિવૃત્ત થયો હતો. નાઈજીરીયાના બેટ્સમેનોએ આઈવરી કોસ્ટના બોલરોને પરાસ્ત કર્યા હતા. બે બોલરોએ 50-50થી વધુ રન ખર્ચ્યા. આ સિવાય બે બેટ્સમેનોએ અડધી સદી ફટકારી હતી. નાઈજીરિયાએ આ મેચ 264 રને જીતી લીધી હતી

આ પણ વાંચો-   IPL ઓક્શનના પહેલા દિવસે આટલા ખેલાડીઓની હરાજી, કોણ કેટલામાં વેચાયો! જુઓ યાદી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *