Baby john માટે વરુણ ધવન એ લીધી કરિયરની સૌથી વધુ ફી,સલમાન ખાનનો પણ છે કેમિયા રોલ!

Baby john ફિલ્મમાં વરુણ ધવન પહેલી વખત સાઉથ અભિનેત્રી કીર્તિ સુરેશ સાથે કામ કર્યું છે. આ ફિલ્મમાં વામિકા ગબ્બી પણ છે. તો ચાલો જાણીએ વરુણ ધવને ફિલ્મ માટે કેટલો ચાર્જ લીધો છે.વરુણ ધવનની અપકમિંગ ફિલ્મ બેબી જોનને લઈ ચાહકોમાં અલગ જ ક્રેઝ જોવા મળી રહ્યો છે. ખુદ વરુણ ધવન આ ફિલ્મની આખી ટીમ સાથે પ્રમોશનમાં વ્યસ્ત છે. બેબી જોન ફિલ્મમાં વરુણ ધવન પહેલી વખત સાઉથ ઈન્ડિયન અભિનેત્રી કીર્તિ સુરેશની સાથે કામ કરશે.

Baby john  આ ફિલ્મમાં વામિકા ગબ્બી પણ છે. આ ફિલ્મને સાઉથના મશહુર ડાયરેક્ટર એટલીએ ડાયરેક્ટ કરી છે. જે જવાન ફિલ્મના પણ ડાયરેક્ટર રહી ચૂક્યા છે. તો ચાલો જાણી બેબી જોનના સ્ટાર કાસ્ટે કેટલો ચાર્જ લીધો છે.બેબી જોન ફિલ્મ 25 ડિસેમ્બરના રોજ રિલીઝ થશે. બેબી જોન ફિલ્મ માટે વરુણ ધવને 25 કરોડ રુપિયાનો ચાર્જ લીધો છે. ફિલ્મ સાથે જોડાયેલા તમામ સ્ટાર્સની સાથે તેનો ચાર્જ સૌથી વધારે છે. તેની આ રકમ તેના કરિયરની સૌથી મોટી રકમ છે.

આ ફિલ્મમાં કીર્તિ સુરેશ, વામિકા ગબ્બી, સાન્યા મલ્હોત્રા, જેકી શ્રોફ અને રાજપાલ યાદવ પણ જોવા મળશે.કીર્તિ સુરેશના હાલમાં જ લગ્ન થયા છે. તેમણે આ ફિલ્મ માટે 4 કરોડનો ચાર્જ લીધો છે. જેકી શ્રોફે દોઢ કરોડનો ચાર્જ લીધો છે.રાજપાલ યાદવ અને સાન્યા મલ્હોત્રાએ બેબી જોન ફિલ્મ માટે એક -એક કરોડ રુપિયાનો ચાર્જ લીધો છે. સૌથી ઓછો ચાર્જ વામિકા ગબ્બીનો જણાવવામાં આવી રહ્યો છે. તેમણે આ ફિલ્મ માટે 40 લાખ રુપિયા મળ્યા છે.એવી પણ ચર્ચા થઈ રહી છે કે, આ ફિલ્મમાં સલમાન ખાનનો કેમિયો પણ જોવા મળશે. તેમણે કેટલો ચાર્જ લીધો છે. તેનો ખુલાસો હજુ થયો નથી. તમને જણાવી દઈએ કે, બેબી જોન સાઉથની ફિલ્મ થેરીની રીમેક છે. થેરી ફિલ્મ પણ એટલીએ જ ડાયરેકટ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *