રાજ્ય સરકાર શાળામાં મોબાઇલના વપરાશ પર મૂકી શકે છે પ્રતિબંધ? જાણો કારણ

Mobile ban in schools

Mobile ban in schools -ડાયમંડ નગરી સુરતમાં એક શોકજનક અને ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. 8માં ધોરણમાં ભણતી 14 વર્ષની દીકરી પાસેથી તેની માતાએ મોબાઇલ ફોન લઈ લીધો, જેને કારણે ગુસ્સામાં આવી દીકરીએ આપઘાત કર્યો હતો.આ ઘટનાથી પરિવારના સભ્યો અને તેમના નજીકના લોકો પણ આશ્ચર્યચકિત રહી ગયા હતા. 14 વર્ષીય દીકરીના આ નિરાશાજનક નિર્ણયથી તેના માતા-પિતા તેમજ પરિવારમાં શોકની લાગણી જોવા મળી હતી.

Mobile ban in schools – આજે દિન્ન-પ્રતિદિનના જીવનમાં ટેકનોલોજી અને મોબાઇલ ફોન કેવી રીતે વ્યક્તિની માનસિક સ્થિતિ પર અસર પાડી શકે છે. આથી, આવા સંજોગોમાં સંજોગોને સમજવું અને બાળકોની લાગણીઓને આગળ ધપાવવું વધુ જરૂરી બની રહ્યું છે.લોકોએ આ ઘટના સાંભળી આશ્ચર્ય વ્યક્ત કર્યો છે અને તેને ઘણા બધા માટે ચિંતાનો વિષય બનાવી દીધો છે.

સુરતની 14 વર્ષની દીકરીના આપઘાત બાદ રાજ્યના શિક્ષણ પ્રધાન પ્રફુલ પાનશેરિયાએ દુખ વ્યક્ત કરતાં કહ્યું, “આ ઘટનાને ગંભીરતાથી લેવો જરૂરી છે. સુરતની 14 વર્ષની દીકરીને તેના માતા-પિતાની સમજાવટ છતાં, આ એવી દુરાચાર અને દુઃખદ ઘટના બની છે.રાજ્ય સરકાર આ ઘટનાને ગંભીરતાથી લે છે અને દુઃખની આ ઘડીમાં પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરે છે. આવી ઘટનાઓ રાજ્યમાં ફરી ન બને તે માટે શાળા, પરિવાર અને સમાજ વચ્ચે મજબૂત સંવાદ વધારવો મહત્વનું છે. જે પણ શાળામાં મોબાઈલ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે, તેવી રાજ્યની તમામ શાળાને અભિનંદન પાઠવું છું. આ સામુહિક ચિંતનનો વિષય છે. વાલીઓ અને શિક્ષકોના સહિયારા પ્રયાસ તેમજ સરકારના ચુસ્ત નિયમોના અમલીકરણથી બાળકોની ભાવનાત્મક જરૂરિયાતોને સમજીને મોબાઈલ એડિક્શન દૂર કરી શકાય છે.મોબાઈલ અને અન્ય ડિજિટલ સાધનોના પ્રતિબંધ માટે શાળાકક્ષાએ જુદા જુદા શિક્ષણ વિભાગના તજજ્ઞો સાથે વિચારણા કરીને રાજ્ય સરકાર નિર્ણય લેશે

આ પણ વાંચો –  ભાજપના ધારાસભ્યએ કર્યો આ મોટો દાવો, અમારી સરકારમાં રોજ 50 હજાર ગાયોની કતલ થાય છે!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *