Saraswati Sadhana Cycle sahay yojna : રાજ્યમાં હજારો સાયકલ ભંગારમાં અને સરકારે નવી ખરીદી માટે ટેન્ડર કર્યું જાહેર

Saraswati Sadhana Cycle sahay yojna

Saraswati Sadhana Cycle sahay yojna :રાજ્ય સરકાર દ્વારા વિદ્યાર્થીઓને સહાયરૂપે આપવામાં આવતી હજારો સાયકલો આજે અણધડ વહીવટના કારણે ભંગાર હાલતમાં જોવા મળી રહી છે.હજારો  સાયકલો નો ઉપયોગ થવાને બદલે હવે ધૂળ ખાઈ રહી છે અને કાટ ખાઈને બગડી ગઇ છે. પડી રહેલી સાયકલના સ્ટોકનો ધ્યાન સરકારે આપ્યો નથી પરતું હવે સાયકલ ખરીદવાનો ટેન્ડર બહાર પાડ્યો છે. સરકાર આગામી દિવસોમાં 1.70 લાખ સાઇકલની ખરીદી માટે ટેન્ડરની પ્રક્રિયા શરૂ કરવાની તૈયારી કરી રહી છે.

Saraswati Sadhana Cycle sahay yojna : નોંધનીય છે કે રાજ્ય સરકારની સરસ્વતી સાધના સાયકલ સહાય યોજના હેઠળ સરકારી તેમજ ગ્રાન્ટેડ શાળામાં ધોરણ આઠમાંથી નવમા ધોરણમાં વિદ્યાર્થીનીઓને સાઈકલ વિનામૂલ્યે આપવામાં આવે છે. શાળાથી દૂર રહેતી વિદ્યાર્થીની શાળામાં નિયમિત પહોંચી શકે તે હેતુથી સાયકલ આપવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે રાજ્યભરના વિવિધ શહેરોમાં, જેમ કે અમદાવાદ, આણંદ, વ્યારા, ઉના અને દેવગઢ બારિયા, અનેક શાળાઓમાં આ બિનઉપયોગી અને ભંગાર થઈ ગયેલી સાયકલ્સ ગોડાઉન અને શાળાના પ્રાંગણોમાં પડી રહી છે.ચોંકાવનારી વાત એ છે કે અહીં 100 કે 500 નહીં, પરંતુ હજારો સાયકલો ધૂળ ખાઈ રહી છે, જે ખરીદી પછી કોઈપણ ઉપયોગ માટે લાયક નથી રહી.સાયકલનો યોગ્ય વહીવટ થઇ શક્યો નથી. અનિયંત્રિત વહીવટને કારણે અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે, જે શિક્ષણ વિભાગ અને રાજ્ય સરકાર માટે ગંભીર ચિંતાનો વિષય છે.

સરકાર આ યોજના માટે શાળાઓ પાસેથી અરજીઓ મંગાવી છે. વર્ષ 2025 માટે, અમદાવાદની લગભગ 82 શાળાઓએ સાયકલ માટે અરજી કરી છે. હજારો સાયકલો ભંગાર બનીને પડી હોવા છતાં નવી સાયકલો માટે સરકારે ટેન્ડર પ્રક્રિયા શરૂ કરી છે. આ પ્રક્રિયા 6 જાન્યુઆરી શરૂ કરવામાં આવશે. આ ટેન્ડરમાં છ મહિનાની ડિલિવરી સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે. સાયકલમાં તાળાઓ અને એક થી પાંચ વર્ષની વોરંટી હોવી આવશ્યક છે. અમદાવાદ જિલ્લામાં જ 7,650 સાયકલની જરૂર હોવાનું સરકારે જણાવ્યું છે.

 

આ પણ વાંચો-રાજ્ય સરકાર શાળામાં મોબાઇલના વપરાશ પર મૂકી શકે છે પ્રતિબંધ? જાણો કારણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *