અંબાલાલ પટેલે અતિ ભારે વરસાદને લઇને કરી આ મોટી આગાહી

અંબાલાલ પટેલ

ગુજરાતમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. સૌરાષ્ટ્માં ભારે વરસાદના લીધે પરિસ્થિતિ વણસી છે.અતિભારે વરસાદને લઇને  હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ હજુ પણ 24 જુલાઈ સુધીમાં રાજ્યના ઘણા ભાગમાં વરસાદ થવાની આગાહી કરી છે. જેમાં આ વખતે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે.  ધીમે-ધીમે સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદનું જોર ઘટશે એવી આગાહી કરી છે.

 હવામાન નિષ્ણાત   અંબાલાલ પટેલ  આગાહી કરી છે કે, સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ સારો થયો છે એટલે હવે આજે ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. 24 જુલાઈ સુધીમાં ઉત્તર અને મધ્ય ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. જેમાં વડોદરા, આણંદ, નડિયાદ, ખેડા, કપડવંજ અને જંબુસરના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે.પંચમહાલમાં અતિભારે વરસાદ થવાની શક્યતા છે. આ ઉપરાંત મહેસાણા, સમી અને હારીજના કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. બનાસકાંઠામાં કેટલાક ભાગોમાં વરસાદ નથી પણ વાવ, રાધનપુર, શિહોરી, કાંકરેજ અને દિયોદરમાં વરસાદી ઝાપટાં પડવાની શક્યતા રહેશે. પાટડી અને દસાડાના ભાગોમાં પણ ઝાપટાં પડવાની શક્યતા રહેશે પરંતુ આ વરસાદનું વહન છે તે ઘણા ભાગોમાં સારો વરસાદ લઈને આવી રહ્યું છે.

આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં જૂનાગઢ અને અમરેલીમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. કચ્છમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે પણ સૌરાષ્ટ્રના ભાગોમાં હવે ધીરે-ધીરે વરસાદનું જોર ઘટશે. સાબરમતી બે કાંઠે વહે એવો વરસાદ આવશે. તો ધરોઈમાં પાણી વધારે પડતું આવે તેવું થઈ શકે છે. પરંતુ આ વર્ષે ચોમાસું નબળું છે. છતાં સાબરમતી નદીમાં પાણીનો આવરો આવવાની શક્યતા રહેશે. ખાસ કરીને મધ્યપ્રદેશમાં સારા વરસાદના પગલે નર્મદા અને તાપી નદીના જળસ્તરમાં વધારો થઈ શકે છે.

આ પણ વાંચો – છેલ્લા 24 કલાકમાં રાજ્યના 99 તાલુકામાં મેઘરાજાની શાહી સવારી, સૌથી વધારે દ્વારકામાં સાડા 6 ઈંચ ખાબક્યો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *