Murder accused absconding – લૉરેન્સ બિશ્નોઈ જેવા ખૂણખાર કેદીઓને રાખતી અમદાવાદની સાબરમતી જેલ ફરી એક વખત ચર્ચામાં આવી છે. જેલમાંથી આજીવન કેદની સજા કાપતો કેદી ફરાર થઈ ગયો છે. એ ફરાર કેદી વિરુદ્ધ રાણીપ પોલીસ સ્ટેશનમાં જેલર બાબુભાઈ પ્રજાપતિએ ફરિયાદ નોંધાવી હતી. ત્યાર બાદ, પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
Murder accused absconding – સાબરમતી જેલમાં હત્યાના ગુનામાં આજીવન કેદની સજા ભોગવી રહેલા એક કેદીનું સ્વાસ્થ્ય બગડ્યું હતું, જેથી તેને જેલની હૉસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો. આ દરમિયાન, કેદીએ પોલીસને ચકમો આપીને જોટમાંથી ફરાર થઈ ગયો હતો. મનુજી ઠાકોર નામનો આ આરોપી હારીજમાં હત્યાના કેસમાં સજા ભોગવી રહ્યો હતો, અને તેને લઈ રાણીપ પોલીસએ ગુનો નોંધી તપાસ શરૂ કરી.
હત્યા મામલે આજીવન કેદની સજા ભોગવી રહેલો કેદી મનુજી ઠાકોરની તબિયત ખરાબ થઈ હતી, જેના લીધે તેને કોન્સ્ટેબલ પ્રદ્યુમન સિંહ ચૌહાણ સાથે સાંજે 4.45 કલાકે સાબરમતી જેલની હૉસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો. જ્યારે કેદી સાંજે 5.30 કલાકે પરત ના આવ્યો, તો જેલરે આ અંગે જાણ કરી. જેલમાં કેદીઓની સંખ્યા ગણવામાં આવી, જેમાં 14 કેદીઓ હતા, પરંતુ 13 જ મળ્યા. ત્યાર બાદ, જેલરે મનુજી ઠાકોરના લાપતા થવાનો સચોટ જાણકારી ડેપ્યુટિ સુપ્રીટેંડેંટ અને સીનિયરના આગળ આપી, અને છેલ્લે રાણીપ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી.
આ પણ વાંચો – IND vs ENG: ઈંગ્લેન્ડ સામે ટી20 સીરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત,આ ખેલાડીઓને મળ્યું સ્થાન!