ONGC Recruitment 2025- ONGC (ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન) એ એન્જિનિયરિંગ અને જીઓસાયન્સ ક્ષેત્રોમાં વર્ગ I એક્ઝિક્યુટિવ પદો (E1 સ્તર) માટે ભરતી ની જાહેરાત બહાર પાડી છે. આ પોસ્ટ્સ માટે 108 જગ્યાઓ ખાલી છે અને લાયક, રસ ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. આ એ સોના પર સોનો મોકો છે, જે તે લોકો માટે રાહતનો સંદેશ છે, જે એક શ્રેષ્ઠ અને વિશ્વસનીય કંપનીમાં નોકરી મેળવવા માટે રાહ જોઈ રહ્યા હતા.
પોસ્ટ અને સ્થળોની વિગતો
ONGC Recruitment 2025 – ONGC 2025 ભરતીમાં વિવિધ પદો પર નિમણૂક કરી રહી છે. આ પદો અમદાવાદ, દિલ્હી, કોલકાતા, મુંબઈ, ચેન્નાઈ, બંગલુરુ, પાટના, હૈદરાબાદ, ગુવાહાટી, મુંબઇ/થાણે, યુદયપુર, જોઇપુર અને અન્ય ઘણા શહેરોમાં હશે. નીચે વિવિધ પદો અને જગ્યા વર્ણવેલ છે:
- આસિસ્ટન્ટ એક્ઝિક્યુટિવ એન્જિનિયર (મિકેનિકલ): 6 જગ્યા
- આસિસ્ટન્ટ એક્ઝિક્યુટિવ એન્જિનિયર (ઇલેક્ટ્રિકલ): 10 જગ્યા
- આસિસ્ટન્ટ એક્ઝિક્યુટિવ એન્જિનિયર (ઉત્પાદન) – મિકેનિકલ: 11 જગ્યા
- આસિસ્ટન્ટ એક્ઝિક્યુટિવ એન્જિનિયર (ઉત્પાદન) – પેટ્રોલિયમ: 19 જગ્યા
- આસિસ્ટન્ટ એક્ઝિક્યુટિવ એન્જિનિયર (ઉત્પાદન) – કેમિકલ: 23 જગ્યા
- આસિસ્ટન્ટ એક્ઝિક્યુટિવ એન્જિનિયર (ડ્રિલિંગ) – મિકેનિકલ: 23 જગ્યા
- આસિસ્ટન્ટ એક્ઝિક્યુટિવ એન્જિનિયર (ડ્રિલિંગ) – પેટ્રોલિયમ: 6 જગ્યા
- ભૂસ્તરશાસ્ત્રી: 5 જગ્યા
- ભૂ-ભૌતિકશાસ્ત્રી (કુવાઓ): 2 જગ્યા
- જીઓફિઝિસ્ટ (સપાટી): 3 જગ્યા
શૈક્ષણિક લાયકાત
- એન્જિનિયરિંગ પદો (AEE): મિકેનિકલ એન્જિનિયરિંગ, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ, પેટ્રોલિયમ એન્જિનિયરિંગ, કેમિકલ એન્જિનિયરિંગમાં સ્નાતક (60% ગુણ સાથે).
- જીઓસાયન્સ પદો: ભૂસ્તરશાસ્ત્ર, જિયોફિઝિક્સ, petroleum geosciences, અથવા geophysical technologyમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી (60% માર્કસ સાથે).
ઉંમર મર્યાદા:
- એન્જિનિયર (AEE) પદ માટે: 18 થી 26 વર્ષ (24.01.2025 ના રોજ)
- બીજાં પદો માટે: 18 થી 27 વર્ષ (24.01.2025 ના રોજ)
અરજી ફી:
- જનરલ / EWS / OBC: ₹1000/-
- SC/ST/PwD/ExSm: ફી નહીં.
પગાર ધોરણ:
ONGC દ્વારા પસંદ પામેલા ઉમેદવારોને ₹60,000 – ₹1,80,000 બેઝિક પગાર મળ્યો છે, સાથે વધારાના ભથ્થાઓ પણ મળશે.
અરજી કેવી રીતે કરવી?
ONGC ભરતી 2025 માટે અરજી કરવા માટે ઉમેદવારોએ ONGCની અધિકૃત વેબસાઈટ www.ongcindia.com પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે. અરજીઓ 24 જાન્યુઆરી 2025 સુધી મંગાવવામાં આવશે.ONGC દ્વારા જાહેર કરવામાં આવેલી આ ભરતી એ એન્જિનિયરિંગ અને જીઓસાયન્સ ક્ષેત્રોમાં કરિયર બનાવવા ઇચ્છતા ઉમેદવારો માટે એક સારો અવસર છે. આ પદો માટેની પસંદગી પ્રક્રિયા અને લાયકાત ધરાવનારાઓ માટે આ અનોખો અને શ્રેષ્ઠ તક છે.