National Youth Day 2025: આજે રાષ્ટ્રીય યુવા દિવસ: સ્વામી વિવેકાનંદના આદર્શોની પ્રેરણા

National Youth Day 2025

National Youth Day 2025- દર વર્ષે 12 જાન્યુઆરીને રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસ એટલા માટે ખાસ છે કારણ કે સ્વામી વિવેકાનંદનો જન્મ આ દિવસે થયો હતો. સ્વામી વિવેકાનંદનો જન્મ 12 જાન્યુઆરી 1863ના રોજ કલકત્તામાં થયો હતો. વિવેકાનંદની જન્મજયંતિ નિમિત્તે દર વર્ષે 12 જાન્યુઆરીએ રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી કરવામાં આવે છે. દેશના વિકાસમાં દેશના યુવાનોનું મોટું યોગદાન છે.

National Youth Day 2025- સ્વામી વિવેકાનંદના વિચારોથી યુવાઓને પ્રેરિત કરવા માટે દર વર્ષે 12 જાન્યુઆરીએ રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી કરવામાં આવે છે. સ્વામી વિવેકાનંદ તેમના આદર્શો અને વિચારો માટે દેશ અને દુનિયામાં જાણીતા છે. શિકાગોમાં સ્વામી વિવેકાનંદનું ભાષણ આજે પણ લોકોમાં પ્રખ્યાત છે, જ્યાં તેમણે ભારત અને સનાતન ધર્મ વિશે ખૂબ જ ધારદાર વાત કરી હતી. સ્વામી વિવેકાનંદના વિચારો યુવાઓને પ્રેરિત કરે છે, જેના કારણે આ દિવસને યુવા દિવસ તરીકે ઓળખવામાં આવે છે.

યુવા દિવસની શરૂઆત કેવી રીતે થઈ?

રાષ્ટ્રીય યુવા દિવસ મનાવવાની શરૂઆત યુનો દ્વારા વર્ષ 1984માં કરવામાં આવી હતી, જ્યારે ભારતમાં આ દિવસની શરૂઆત 1985માં કરવામાં આવી હતી. આ દિવસને ઉજવવાનો હેતુ સ્વામી વિવેકાનંદના વિચારોથી યુવાઓને પ્રેરિત કરવાનો છે. દેશના યુવાનો આપણા દેશની તાકાત છે. જો દેશના યુવાનો વિવેકાનંદના વિચારોને અનુસરે અને તેમના વિચારોમાંથી પ્રેરણા લે તો આપણો દેશ શક્તિશાળી બનશે.

રાષ્ટ્રીય યુવા દિવસ 2025 થીમ

દર વર્ષે એક થીમ સાથે આ દિવસની ઉજવણી થાય છે. આ વખતે થીમ “યુવા એક સ્થાયી ભવિષ્ય માટે: લચીલાપન અને જવાબદારી સાથે રાષ્ટ્રને આકાર આપવો” (Youth for a Sustainable Future: Shaping the Nation with Resilience and Responsibility) છે.

કેવી રીતે ઉજવાય છે રાષ્ટ્રીય યુવા દિવસ?

રાષ્ટ્રીય યુવા દિવસ નિમિત્તે શાળા-કોલેજોમાં અનેક પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. બાળકોને સ્વામી વિવેકાનંદ અને તેમના કિંમતી વિચારો વિશે કહેવામાં આવે છે. રાષ્ટ્રીય યુવા દિવસ નિમિત્તે પર્યટન મંત્રાલય અને રામકૃષ્ણ મઠ, રામકૃષ્ણ મિશન દ્વારા અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. આ દિવસ સંપૂર્ણપણે યુવાઓને સમર્પિત છે.

રાષ્ટ્રીય યુવા દિવસનું મહત્વ

રાષ્ટ્રીય યુવા દિવસ એ સ્વામી વિવેકાનંદના ઉપદેશો અને આદર્શોની ઉજવણી છે. તેમનું માનવું હતું કે સમાજમાં પરિવર્તન લાવવાની સૌથી મોટી શક્તિ યુવાનોમાં છે. આ દિવસ યુવાનોને સ્વ-શિસ્ત, જવાબદારી અને આધ્યાત્મિક જાગૃતિ જેવા મૂલ્યો અપનાવવાનું પ્રોત્સાહન આપે છે. વિવેકાનંદના ઉપદેશો શીખવે છે કે વ્યક્તિએ પોતાની ઉર્જાનો ઉપયોગ યોગ્ય દિશામાં કરવો જોઈએ, જેનાથી સમાજ અને દેશનું કલ્યાણ થઈ શકે.

આ પણ વાંચો –Yuva Udaan Yojana: દિલ્હી ચૂંટણી માટે કોંગ્રેસે જાહેર કરી ‘યુવા ઉડાન યોજના’ દર મહિને શિક્ષિત બેરોજગારોને મળશે 8500 રુપિયા!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *