ICC Rankingમાં જસપ્રીત બુમરાહની બાદશાહત બરકરાર, જાડેજા પણ ટોપ પર!

Bumrah in ICC Ranking – ICC ટેસ્ટ રેન્કિંગમાં જસપ્રીત બુમરાહનું શાસન યથાવત છે. બુમરાહ ક્રિકેટના સૌથી લાંબા ફોર્મેટમાં વિશ્વનો નંબર વન બોલર છે. આ સાથે જ ઓલરાઉન્ડરોની યાદીમાં રવિન્દ્ર જાડેજા પણ ટોપ પર છે. પાકિસ્તાનના બોલર નોમાન અલીને વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ ટેસ્ટમાં તેની શાનદાર બોલિંગનું ઈનામ મળ્યું છે અને તે ટોપ 10 બોલરોની યાદીમાં સામેલ થઈ ગયો છે. બુમરાહ પછી, પેટ કમિન્સ બીજા સ્થાને છે, જ્યારે ત્રીજા સ્થાને દક્ષિણ આફ્રિકાના ફાસ્ટ બોલર કાગિસો રબાડા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *