ગુજરાતના દાહોદના સંજેલી તાલુકામાં પરપુરુષના પ્રેમમાં પડેલી એક પરિણીતા સાથે અર્ધનગ્ન થઈને વરઘોડો કાઢવાની ઘટના સામે આવી છે. આ બનાવ પછી પોલીસએ તાત્કાલિક એક્શન લઈ 15 લોકોના ટોળા વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો. તેમ જ આરોપીઓને ઝડપવા માટે પોલીસના ચક્રો ગતિમાન થયા હતા. અત્યાર સુધીમાં 12 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે અને તેમની પૂછપરછ કરવામાં આવી છે.
આ ઘટનાની વિગત મુજબ, દાહોદના સંજેલી તાલુકામાં પરપુરુષના પ્રેમમાં પડેલી અનુયાયી મહિલાને અર્ધનગ્ન કરી, બાઇકના કરિયર પર સાંકળ વડે બાંધી, રોડ પર ઢસડીને ગામમાં ફરકાવવામાં આવી હતી. આ ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી અને તેનો વિડિયો પણ વાયરલ થયો હતો.
નોંધનીય છે કે સંજેલી તાલુકાના એક ગામમાં રહેતી પરિણીતાને ગામના યુવક સાથે પ્રેમ સંબંધ હતો. જેને લઈ સસરા, દિયર સહિત 15 લોકોના ટોળાએ ઘરમાંથી બહાર કાઢી અર્ધનગ્ન કરી માર માર્યો હતો. તેમજ બાઇકના કરિયર પર સાંકળ વડે બાંધીને ગામમાં ફેરવી હતી. જેનો વીડિયો પણ સ્થાનિક સ્તરે વાઇરલ થયો હતો. ઘટનાની જાણ થતાં પોલીસે પીડિતાનો સંપર્ક કરી 11 પુરુષો અને ચાર મહિલા મળી કુલ 15 લોકો સામે ફરિયાદ નોંધી હતી.