LoC પર ભારતીય સેનાનો જડબાતોડ જવાબ,પાકિસ્તાનના પાંચ સૈનિકોના મોત!

LoC –  પાકિસ્તાની સેનાએ ગઈ કાલે પૂંચના બાલાકોટ સેક્ટરમાં ભારતીય સૈન્ય ચોકીઓ પર ગોળીબાર કર્યો હતો. જવાબમાં ભારતીય સેનાએ પણ પાકિસ્તાની ચોકીઓ પર ગોળીબાર કર્યો અને જડબાતોડ જવાબ આપ્યો. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ આ ગોળીબારમાં પાકિસ્તાનને મોટું નુકસાન થયું છે, પાકિસ્તાન સેનાના ઘણા સૈનિકો ઘાયલ થયા છે અને 4-5 સૈનિકોના મોત થયા છે.

 પાકિસ્તાન છેલ્લા એક અઠવાડિયાથી સતત એલઓસી પર આતંકવાદીઓની ઘૂસણખોરીની કોશિશ કરી રહ્યું છે, ભારતીય સેના ખૂબ જ સતર્ક છે, તેથી ભારતીય સેના પાકિસ્તાનના દરેક ષડયંત્રનો જડબાતોડ જવાબ આપી રહી છે.

પાકિસ્તાન દ્વારા ઘડવામાં આવી રહેલા સતત કાવતરાઓને ધ્યાનમાં રાખીને લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા આજે જમ્મુમાં ઉચ્ચ સ્તરીય સુરક્ષા સમીક્ષા બેઠક યોજશે. આ બેઠકમાં લેફ્ટનન્ટ ગવર્નર ઉપરાંત જમ્મુ-કાશ્મીરના ડીજીપી નલિન પ્રભાત અને જમ્મુ-કાશ્મીર પોલીસના વરિષ્ઠ અધિકારીઓ, આઈજીપી જમ્મુ હાજર રહેશે.

ભારતીય સેનાનો જડબાતોડ જવાબ
સુરક્ષા અધિકારીઓના જણાવ્યા અનુસાર, ભારતીય સેનાએ જમ્મુ અને કાશ્મીરના પુંછ જિલ્લામાં અંકુશ રેખા પારથી કરવામાં આવેલા ઉશ્કેરણી વગરના ગોળીબારનો જડબાતોડ જવાબ આપ્યો, જેના પરિણામે પાકિસ્તાની સૈનિકોને મોટી સંખ્યામાં જાનહાનિ થઈ.

જેમાં બે ભારતીય જવાનો પણ શહીદ થયા હતા
અધિકારીઓએ જણાવ્યું કે કૃષ્ણા ઘાટી સેક્ટરમાં પાકિસ્તાન દ્વારા યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. આ એવા સમયે કરવામાં આવ્યું છે જ્યારે એક દિવસ પહેલા જમ્મુ જિલ્લાના અખનૂર સેક્ટરમાં નિયંત્રણ રેખા નજીક શંકાસ્પદ આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા IED બ્લાસ્ટમાં કેપ્ટન સહિત બે ભારતીય સેનાના જવાનોએ જીવ ગુમાવ્યો હતો.

મંગળવારે જમ્મુ અને કાશ્મીરના અખનૂર સેક્ટરમાં LOC પાસે થયેલા IED બ્લાસ્ટમાં એક કેપ્ટન અને એક જવાન શહીદ થયા હતા, જ્યારે એક જવાન ઘાયલ થયો હતો. તેમને આર્મી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. શહીદ થયેલા જવાનોની ઓળખ કેપ્ટન કરમજીત સિંહ અને નાઈક મુકેશ સિંહ તરીકે થઈ છે. બ્લાસ્ટ આતંકવાદીઓનું કાવતરું છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર સેનાના જવાનો LOC પાસે પેટ્રોલિંગ ડ્યૂટી કરી રહ્યા હતા.

આ પણ વાંચો –  રાજ્યસભામાં વકફ બિલ પર JPC રિપોર્ટ રજૂ કરાયો, ખડગેએ કહ્યું : ‘બનાવટી રિપોર્ટ સ્વીકારશે નહીં

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *