બનાસકાંઠા જિલ્લાના પ્રસિદ્ધ તીર્થધામ Ambaji ભાદરવી પૂનમ મેળામાં પહેલીવાર ભવ્ય ડ્રોન લાઇટ શો યોજાશે ખાતે 1 થી 7 સપ્ટેમ્બર, 2025 દરમિયાન ભાદરવી પૂનમનો મહામેળો યોજાશે. આ મેળાને લઈ જિલ્લા વહીવટીતંત્ર અને અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે શ્રદ્ધાળુઓની સલામતી, સુરક્ષા અને સુવિધા માટે વ્યાપક તૈયારીઓ પૂર્ણ કરી છે. આ વર્ષે ખાસ આકર્ષણ તરીકે અંબાજીમાં પ્રથમ વખત 400 ડ્રોનથી ભવ્ય લાઇટ શો યોજાશે, જે શ્રદ્ધાળુઓને મંત્રમુગ્ધ કરશે.
Ambaji ભાદરવી પૂનમ મેળામાં પહેલીવાર ભવ્ય ડ્રોન લાઇટ શો યોજાશે મંદિર ખાતે દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ ભાદરવી પૂનમના મેળામાં ઉમટે છે. આ વખતે શ્રદ્ધાળુઓને શ્રેષ્ઠ સુવિધાઓ પૂરી પાડવા જિલ્લા કલેક્ટર અને મંદિર ટ્રસ્ટે 29 સમિતિઓની રચના કરી છે, જે પરિવહન, આરોગ્ય, સ્વચ્છતા અને સુરક્ષા જેવા મહત્ત્વના પાસાઓનું સંચાલન કરશે. શ્રદ્ધાળુઓ માટે પીવાના પાણી, અસ્થાયી આવાસ, મેડિકલ સુવિધા અને પાર્કિંગની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
આ મેળાનું મુખ્ય આકર્ષણ 3 અને 4 સપ્ટેમ્બરની રાત્રે 8:30 વાગ્યે યોજાનાર ડ્રોન લાઇટ શો રહેશે. વરસાદનું વિઘ્ન ન આવે તો 400 ડ્રોન રંગબેરંગી લાઇટ્સ દ્વારા આકાશમાં ‘અંબે મા’, ‘જય માતાજી’, ‘ત્રિશૂળ’ જેવી પ્રતિકૃતિઓ રજૂ કરશે. આ અદભૂત દ્રશ્ય શ્રદ્ધાળુઓ માટે યાદગાર અનુભવ બનશે. આ શો ટેક્નોલોજી અને આધ્યાત્મિકતાનું અનોખું સંગમ રજૂ કરશે.
જિલ્લા વહીવટીતંત્રે ટ્રાફિક વ્યવસ્થા, સુરક્ષા માટે CCTV કેમેરા અને પોલીસ બંદોબસ્તની વ્યવસ્થા પણ મજબૂત કરી છે. મેળા દરમિયાન શ્રદ્ધાળુઓને કોઈ અસુવિધા ન થાય તે માટે મંદિર ટ્રસ્ટે સ્વયંસેવકોની ટીમ પણ તૈનાત કરી છે. આ ભાદરવી પૂનમ મેળો શ્રદ્ધા, ઉત્સાહ અને નવીન ટેક્નોલોજીનો અનોખો સમન્વય બની રહેશે.