તા.15/2/25 નાં રોજ કમ્પ્યુટર નાં વિવિધ કોર્સ સફળતાપૂર્વક પૂર્ણ કરેલ લગભગ 45 વિદ્યાર્થીઓ ને હાજર રહેલ મહાનુભાવોને હસ્તે સર્ટીફિકેટ એનાયત કરવામાં આવ્ય હતાં.ઉપરાંત 26 જરૂરિયાતમંદ મહિલા સાહસિકોને નાના ધંધાઓ માટે દરેકને રૂ.7000 લેખે રૂ.182000ની સહાય અપાઈ હતી.
કાર્યક્રમ નાં પ્રમુખ સ્થાને થી બોલતા જનાબ વકાર અહેમદભાઈ સિદ્દીકી સાહેબે સૌને પોતે જે ફિરકામાં માનતા હોય, જે ભાષા સમજતા હોય તેમાં કુરાનેશરીફ ને તરજુમાની સાથે પઢવા હાકલ કરી હતી. અમવાનાં પ્રમુખ ડોક્ટર પ્રોફેસર મહેરૂન્નિસા દેસાઈ એ અમવાની માઈક્રોફાયનાન્સ સ્કીમ સમજાવી હતી અને સમાજ ને જકાત નો ઉત્પાદકીય ઉપયોગ થાય તેમ કરવા અનુરોધ કર્યો હતો. હાજર રહેલ અન્ય મહેમાન ફરીદ સૈયદ સાહેબ, કુરેશ ટ્રસ્ટ નાં રશીદા બેન કુરેશી અને ડો.નાઝનીન રાણા એ પ્રાસંગિક ઉદબોધન કર્યા હતા.
જનાબા માહેનુર સૈયદે અમવા કોમ્પ્યુટર ક્લાસ માં ચાલતા વિવિધ કોર્સ ની માહિતી આપી હતી.જનાબા ઝાકેરાબેન કાદરીએ તીલાવત થી કાર્યક્રમ ની શરૂઆત કરી હતી. સમગ્ર કાર્યક્રમ નું સંચાલન જનાબા રિઝવાના કુરેશીએ કર્યુ હતું. ધી મહેર ક્રેડિટ એન્ડ સપ્લાય કો-ઓપરેટીવ સો.લિમિટેડ નાં પ્રમુખ જનાબ મહંમદ શરીફ દેસાઈ એ આભાર વિધિ કરી હતી