CM ભૂપેન્દ્ર પટેલ જન્મદિવસ: આજે, 15 જુલાઈ 2025ના રોજ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો 64મો જન્મદિવસ ઉજવવામાં આવ્યો. આ ખાસ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ X પ્લેટફોર્મ પર પોસ્ટ કરીને મુખ્યમંત્રીને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી. વડાપ્રધાને ટેલિફોનિક વાતચીત દ્વારા ભૂપેન્દ્ર પટેલને આશીર્વાદ આપ્યા અને તેમના દીર્ઘાયુ તેમજ સ્વસ્થ જીવનની કામના કરી.
CM ભૂપેન્દ્ર પટેલ જન્મદિવસ: ગુજરાત સમયની ટીમ તરફથી ભૂપેન્દ્ર પટેલ (દાદા)ને જન્મદિવસની શુભકામના, ભગવાન સ્વાસ્થય સાથે લાંબુ આયુષ્ય આપે તેવી પ્રાર્થના સાથે CM ભૂપેન્દ્ર પટેલ સાહેબને જન્મદિવસની શુભકામના.
ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી અને ‘દાદાના હુલામણા’ નામે ઓળખાતા ભૂપેન્દ્ર પટેલે આજે અડાલજ ખાતેના ત્રિમંદિરમાં દાદા ભગવાનના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા. દાદા ભગવાન પ્રત્યેની અતૂટ શ્રદ્ધાને કારણે તેઓ દરેક શુભ પ્રસંગે ત્રિમંદિરની મુલાકાત લે છે. જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે ગાંધીનગરની સરકારી પ્રાથમિક શાળામાં વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સહિત રાજકીય આગેવાનો, સ્થાનિક સંગઠનોના સભ્યો અને અગ્રણીઓએ ભાગ લીધો. હર્ષભાઈ સંઘવીએ શાળાના બાળકોને વૃક્ષ ઉછેરનો પર્યાવરણલક્ષી સંદેશ આપ્યો.