ભક્તિ અને શ્રદ્ધાનું પવિત્ર પ્રતિક ગણાતી અમરનાથ યાત્રા માટેની તૈયારી શરૂ થઈ ગઈ છે. આ વર્ષે અમરનાથ યાત્રા 3 જુલાઈથી શરૂ થઈને 9 ઓગસ્ટ સુધી ચાલશે. ભક્તો માટે ખાસ વાત એ છે કે તેઓ કુલ 39 દિવસ સુધી બાબા બર્ફાનિના દર્શનનો લાભ લઈ શકશે.જેથી જો તમે પણ આ વર્ષે યાત્રા પર જવાનો વિચાર કરી રહ્યા હોવ, તો તમારા માટે એક મહત્વની જાણકારી છે. અમરનાથ યાત્રાનું રજીસ્ટ્રેશન ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર, 15 એપ્રિલથી રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થશે.
ભક્તો પોતાના શહેરની નજીક આવેલી દેશભરની 533 બેંક શાખાઓમાં જઈને રજીસ્ટ્રેશન કરાવી શકશે. અમરનાથ શ્રાઇન બોર્ડ દ્વારા યાત્રાર્થીઓની સલામતી અને આરામ માટે તમામ આયોજન કરાયુ છે.
રજીસ્ટ્રેશન માટે આવશ્યક દસ્તાવેજો:
માન્ય આધાર કાર્ડ
તબીબી રીતે મંજુર થયેલું હેલ્થ સર્ટિફિકેટ
યાત્રા માટે આરોગ્યપ્રમાણપત્ર ફરજિયાત છે, જેથી માત્ર ફિટ યાત્રાર્થીઓને મુસાફરી કરવાની મંજૂરી મળે. વાહનવ્યવસ્થા, રહેવા-જમવાની વ્યવસ્થા તથા માર્ગ સુરક્ષા સહિત તમામ બાબતોમાં શ્રાઇન બોર્ડ દ્વારા સંપૂર્ણ આયોજન કરવામાં આવશે.તો જો તમે પણ આ દિવ્ય યાત્રાનો ભાગ બનવા ઈચ્છો છો, તો સમયસર રજીસ્ટ્રેશન કરાવવાનું ભૂલતા નહીં
નોંધનીય છે કેઆ વર્ષે અમરનાથ યાત્રા માટે સરકારે પણ ખાસ તૈયારી કરી છે જેથી શ્રદ્ધાળુઓ સારી સુવિધા સાથે અમરનાથ બાબાના દર્શન કરી શકે. અમરનાથ યાત્રા સુરક્ષિત વાતાવરણમાં પૂર્ણ થાય તે વાતનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવશે.
અમરનાથ શ્રાઈન બોર્ડ દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ વર્ષે અમરનાથ યાત્રા 39 દિવસ સુધી ચાલશે. એટલે કે આ વખતે ભક્તોને પવિત્ર અમરનાથ ગુફામાં દર્શન કરવા માટે સારો સમય મળશે. બેંકોમાં પણ રજીસ્ટ્રેશનની તૈયારી પૂર્ણ થઈ ચૂકી છે. અમરનાથ યાત્રા માટે રજીસ્ટ્રેશન 15 એપ્રિલથી શરૂ થઈ જશે. રજીસ્ટ્રેશન પંજાબ નેશનલ બેંક, જમ્મુ અને કાશ્મીર બેંક, યસ બેન્ક અને સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાની શાખાઓમાંથી કરાવી શકાશે.