ધોની બાદ હવે યુવરાજ સિંહ પર ફિલ્મ બનશે,બાયોપિકની થઇ જાહેરાત

ભારતીય ક્રિકેટના મહાન ઓલરાઉન્ડરોમાંના એક યુવરાજ સિંહ ના જીવન પર એક ફિલ્મ બનવા જઈ રહી છે. યુવરાજ સિંહે પોતાની બાયોપિકને લઈને પોતાની પ્રતિક્રિયા આપી છે. ફિલ્મ સમીક્ષક તરણ આદર્શે પણ એક પોસ્ટ દ્વારા આ વાતની પુષ્ટિ કરી છે. ભારતના T20 વર્લ્ડ કપ અને ODI વર્લ્ડ કપ જીતવામાં મહત્વની ભૂમિકા ભજવનાર યુવરાજની સફર ખૂબ જ શાનદાર રહી. કેન્સર સામે લડ્યા બાદ તે મેદાનમાં પાછો ફર્યો, જે દરેકને પ્રેરણા આપે છે.

યુવરાજ સિંહ

2007ના T20 વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડ સામે છ છગ્ગા મારવાનું પરાક્રમ હોય કે પછી 2011ના ICC ODI વર્લ્ડ કપમાં મેચને ભારત તરફ વાળવાનું હોય. યુવરાજ સિંહે બેટ અને બોલ સિવાય ફિલ્ડિંગમાં પણ એવી છાપ છોડી કે જેને યુવાનો આજે પણ ફોલો કરે છે. આ મહાન ક્રિકેટરના જીવન પર એક ફિલ્મ બનવા જઈ રહી છે. પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આ માહિતી આપતા યુવરાજ સિંહે ફિલ્મ મેકરનો આભાર માન્યો છે.

યુવરાજ સિંહની બાયોપિકનું નિર્માણ ભૂષણ કુમાર-રવિ ભાગચંદકા કરશે. આ ફિલ્મમાં યુવીના પાત્રને કોણ સ્ક્રીન પર જીવંત કરશે તે અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. બોલિવૂડના ઉભરતા કલાકાર સિદ્ધાંત ચતુર્વેદીએ યુવરાજ સિંહની બાયોપિકમાં મુખ્ય ભૂમિકા ભજવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. યુવરાજ સિંહનું પાત્ર ભજવવા માટે રણવીર કપૂર પણ સારો વિકલ્પ બની શકે છે. આ પહેલા તેણે બોલિવૂડ એક્ટર સંજય દત્તનું પાત્ર ભજવ્યું હતું.

સુશાંત સિંહ રાજપૂત ધોની બન્યો હતો
ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીના જીવન પર આધારિત ફિલ્મ એમએસ ધોની – ધ અનટોલ્ડ સ્ટોરીમાં સુશાંત સિંહ રાજપૂતે મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર હિટ રહી હતી. સુશાંતે પડદા પર ધોનીનું પાત્ર એવી રીતે ભજવ્યું કે લોકો તેને વાસ્તવિક જીવનમાં પણ ધોની જેવો જ સમજવા લાગ્યા.

આ પણ વાંચો-  બદલાપુર યૌન શોષણ મામલે ભારે બબાલ,પથ્થરમારો અને ફાયરિંગ, કેસની તપાસ SIT કરશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *