ઇઝરાયેલે લેબનોનમાં સક્રિય ઉગ્રવાદી સંગઠન હિઝબુલ્લાહની કમર તોડી નાખી છે. આવી સ્થિતિમાં, હસન નસરાલ્લાહને ખતમ કર્યા પછી, હિઝબુલ્લાહને ફરી એકવાર નવો નેતા મળ્યો છે, નઇમ કાસિમને સંગઠનના નવા વડા તરીકે નિયુક્ત કર્યા છે. તે અગાઉ હિઝબુલ્લાહના ડેપ્યુટી સેક્રેટરી જનરલ હતા. હિઝબુલ્લાએ લેખિત નિવેદન જારી કરીને કહ્યું કે તેની શુરા કાઉન્સિલે સર્વસંમતિથી કાસિમ (71)ને ચૂંટ્યા છે. નઈમને 1991માં હિઝબુલ્લાહના ડેપ્યુટી ચીફ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. નસરાલ્લાહ હિઝબુલ્લાહના વડા તરીકે ચૂંટાયા પછી પણ, નઈમે નાયબ વડા તરીકે સેવા આપવાનું ચાલુ રાખ્યું.
નોંધનીય છે કે હિઝબુલ્લાના ચીફ નસરાલ્લાહ ને માર્યા પછી, ઇઝરાયેલી સેનાએ થોડા દિવસોમાં જ હવાઈ હુમલામાં નવા હિઝબુલ્લાના વડા હાશિમ સફીદ્દીનને પણ મારી નાખ્યો. હાસિફ સફીદ્દીન જ્યારથી હિઝબુલ્લાના વડા બન્યા ત્યારથી તે ગુમ થયાની જાણ કરવામાં આવી હતી. તે કોઈના સંપર્કમાં નહોતો. ઈઝરાયલી સેનાએ હવાઈ હુમલામાં તેની હત્યા થવાની આશંકા વ્યક્ત કરી હતી. પરંતુ હિઝબુલ્લાહ અત્યાર સુધી આ વાતની પુષ્ટિ કરી રહ્યું નથી. હવે, લગભગ 3 અઠવાડિયા વીતી ગયા પછી, હિઝબુલ્લાએ હાશિમ સફીદીનની પણ હત્યાની પુષ્ટિ કરી છે.ઇઝરાયેલે લેબનોનમાં સક્રિય ઉગ્રવાદી સંગઠન હિઝબુલ્લાહની કમર તોડી નાખી છે. આવી સ્થિતિમાં, હસન નસરાલ્લાહને ખતમ કર્યા પછી, હિઝબુલ્લાહને ફરી એકવાર નવો નેતા મળ્યો છે, નઇમ કાસિમને સંગઠનના નવા વડા તરીકે નિયુક્ત કર્યા છે. તે અગાઉ હિઝબુલ્લાહના ડેપ્યુટી સેક્રેટરી જનરલ હતા
નઈમને 1991માં હિઝબુલ્લાહના ડેપ્યુટી ચીફ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. નસરાલ્લાહ હિઝબુલ્લાહના વડા તરીકે ચૂંટાયા પછી પણ, નઈમે નાયબ વડા તરીકે સેવા આપવાનું ચાલુ રાખ્યું
આ પણ વાંચો – ઇઝરાયેલે નસરાલ્લાહ બાદ હાશિમ સફીદ્દીનને પણ મોતને ઘાટ ઉતાર્યો!હિઝબુલ્લાહે પુષ્ટિ કરી!
આ પણ વાંચો – કેનેડામાં TESLA કારમાં આગ લાગતા ગુજરાતના ભાઇ બહેન સહિત 4 લોકોના મોત