અમદાવાદ આરોગ્ય વિભાગે ભડિયાદ ઉર્સ માટે વિવિધ સ્થળો પર આરોગ્ય સેન્ટર કાર્યરત કર્યા

ભડિયાદ ઉર્સ

અમદાવાદ  આરોગ્ય વિભાગ દ્વારા ભડિયાદ ઉર્સ મેળામા આવતા લાખો લોકોને આરોગ્યની તફલીક ન પડે તે માટે આરોગ્ય સેન્ટર વિવિધ સ્થળો પર કાર્યરત કરવામાં આવ્યા છે. અમદાવાદ જિલ્લા આરોગ્ય વિભાગ તરફ થી અલગ અલગ જગ્યા પર ધંધુકા ધોલેરા તાલુકા ના નીચે મુજબ ના વિસ્તાર માં કેમ્પ નું આયોજન કરેલ છે.

ધંધુકા સર મુબારક દરગાહ
ફેદરા બસ સ્ટેન્ડ પાસે
ગાંફ બસ સ્ટેન્ડ પાસે
પીપળી સરકારી દવાખાને
ધોલેરા સરકારી દવાખાનું
ભડિયાદ સરકારી દવાખાના દરગાહ પાસે
ધંધુકા રેફરલ દવાખાના
24 કલાક આરોગ્ય ની સુવિધા

ડૉ. સિરાજ દેસાઇ 

ભડિયાદ ઉર્ષ મેળા આરોગ્ય અધિકારી ડૉ. સિરાજ દેસાઇએ જણાવ્યું હતું કે દર વર્ષની જેમ આ વર્ષે પણ ભડીયાદ ખાતે દાદા બુખારીના ઉર્ષની ઉજવણી કરવા લાખો લોકો પગપાળા આવતા હોય તેમને કોઈ તફલીફના પડે તેના માટે ફેદરા, ગાંફ, પીપળી, ધોલેરા વગેરે જગ્યાએ રાઉન્ડ ધ ક્લોક તબીબી સારવાર મળે તેવી વ્યવસ્થા કરાઇ છે.   આ ઉર્ષમા આવતા લોકો પીવાનું પાણી શુધ્ધ મળી રહે તે માટે આરોગ્ય જુદી જુદી ટીમ બનાવી પાણાના ક્લોરીનેશનની તપાસ કરવામા આવી હતી. આમ આરોગ્ય વિભાગ દ્વારા રાઉન્ડ ધ ક્લોક દ્વારા સુવિધા આપવામા આવી રહી છે.

આ પણ વાંચો-  HMPV VIRUS Effect: ગુજરાતમાં માસ્ક અને સેનિટાઇઝરની માંગમાં થયો વધારો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *