Sarangpur Bridge will remain closed: અમદાવાદનો સારંગપુર બ્રિજ આગામી દોઢ વર્ષ સુધી બંધ રહેશે,જાણો

Sarangpur Bridge will remain closed

  Sarangpur Bridge will remain closed: અમદાવાદનો સારંગપુર બ્રિજ આગામી દોઢ વર્ષ સુધી બંધ રહેશે. 2 જાન્યુઆરી, 2025 થી 30 જૂન, 2026 સુધી બંધ રહેશે. નવા બ્રિજનું કામ શરૂ થતાં બ્રિજ બંધ થઈ જશે. સારંગપુર બ્રિજ બંધ થતાં અનુપમ બ્રિજ અને કાલુપુર બ્રિજ પર ટ્રાફિક વધશે. પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું હતું.

નોંધનીય છે કે કાલુપુરથી સારંગપુર સુધીનો વિસ્તાર ગીચ અને સાંકડો હોવાથી ટ્રાફિકની અવર-જવર માટે કાલુપુર બ્રિજથી સારંગપુર બિજ સુધી એલિવેટેડ & બૅનનો બીજ બનાવવામાં આવશે. જેથી રેલવે સ્ટેશનને જોડતો તમામ વાહનવ્યવહાર ઉપરના રોડ પરથી કોઈપણ અસુવિધા વગર થઈ શકે અને નીચેના શહેરના રોડ પરનો વાહનવ્યવહાર પણ અસુવિધા વગર ચાલ્યા કરશે. શહેરની ટ્રાફિકજામની સમસ્યામાંથી રાહત મળશે.

અમદાવાદ શહેર પોલીસ કમિશનરે બહાર પાડેલા જાહેરનામા અનુસાર, સારંગપુર ઓવરબ્રિજ આગામી 2 જાન્યુઆરીથી લઈને, 30મી જૂન 2026 સુધી વાહનવ્યવહાર માટે બંધ રહેશે. આ બ્રિજ બંધ રહેવાના કારણ ઓઢવ, રખિલાય, બાપુરનગર, ગોમતીપુર, બાપુનગર, નરોડા, નિકોલ સહિતના વિસ્તારના લોકો માટે વૈકલ્પિક વ્યવસ્થા જાહેર કરાઈ છે. આ જાહેરનામાના પગલે, અમદાવાદ મ્યુ. ટ્રાન્સપોર્ટ સર્વિસની બસ, બીઆરટીએસ બસને પણ વૈકલ્પિક માર્ગે દોડાવવી પડશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદના રેલવે સ્ટેશને રિનોવેશનનું કામ ચાલી રહ્યું છે. રેલવે સ્ટેશનની નવી ડિઝાઈન અનુસાર, સારંગપુર ઓવરબ્રિજ પરથી હવે સીધા જ અમદાવાદ રેલવે સ્ટેશને જઈ શકાશે. અત્યાર સુધી સારંગપુર આવીને પાણીની ટાકીએ થઈને રેલવે સ્ટેશને જવુ પડતું હતું.

 વૈકલ્પિક માર્ગ

ગીતા મંદિર, ખાડિયા, ગાંધીરોડ અને કોટવિસ્તાર સહિત અમદાવાદ શહેરમાંથી આવતા-જતા વાહનચાલકોએ કાગડાપીઠ પોલીસ સ્ટેશન પાસે થઈને, વાણિજ્યભવન થઈન અનુપમ-અંબિકા ઓવરબ્રિજ પર આવવા જવાનું રહેશે.

રખિયાલ ઓઢવ તરફથી આવતા -જતા વાહનચાલકોએ રખિયાલ ચાર રસ્તાથી ન્યુકોટન ચાર રસ્તા થઈને અનુપમ-અંબિકા ઓવરબ્રિજ આવવા જવાનું રહેશે.

રખિયાલ ઓઢવ તરફથી આવતા-જતા વાહન ચાલકોને કાલુપુર બ્રિજ-કાલુપુર સર્કલ જવા આવવા માટે, કામદાર મેદાન, ચારતોડા કબ્રસ્તાન થઈને સરસપુર ગુરુદ્વારા થઈને કાલુપુર ઓવરબ્રિજ પર આવ જા કરી શકાશે.

આ પણ વાંચો – Australia beat India in fourth Test: ઓસ્ટ્રેલિયાએ ચોથી ટેસ્ટમાં ભારતને 184 રને હરાવ્યું, 2-1થી મેળવી લીડ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *