વિશ્વભરમાં મંકીપોક્સ ના કેસ વધી રહ્યા છે. આફ્રિકાના કોંગોથી શરૂ થયેલા મંકીપોક્સના કેસ આફ્રિકન દેશોમાં ફેલાઈ ગયા છે અને પાકિસ્તાન, સ્વીડન અને ફિલિપાઈન્સમાં પહોંચી ગયા છે. મામલાની ગંભીરતાને જોતા ભારતે પણ એરપોર્ટ, હોસ્પિટલ અને બંદરો પર એલર્ટ જાહેર કરી દીધું છે. દેશની ઘણી હોસ્પિટલોમાં આઈસોલેશન વોર્ડ બનાવવામાં આવી રહ્યા છે. આરોગ્ય મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું છે કે હોસ્પિટલોને ફોલ્લીઓવાળા દર્દીઓની ઓળખ કરવા અને તેમને આઇસોલેશન વોર્ડમાં શિફ્ટ કરવા સૂચના આપવામાં આવી છે. દિલ્હીની 3 હોસ્પિટલ, સફદરજંગ, રામ મનોહર લોહિયા હોસ્પિટલ અને લેડી હાર્ડિન્જ મેડિકલ કોલેજમાં આઈસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવી રહ્યા છે.
કોંગોમાં મંકીપોક્સના કેસ વધી રહ્યા છે. સમગ્ર આફ્રિકામાં ઓછામાં ઓછા એક ડઝન દેશોમાં મંકીપોક્સના કેસ નોંધાયા છે. આને રોકવા માટે, આફ્રિકામાં માત્ર થોડી જ રસી ઉપલબ્ધ છે. સમગ્ર આફ્રિકાના દેશોમાં કોંગોમાં સૌથી વધુ કેસ છે અને અહીં 3 મિલિયન રસીના ડોઝની જરૂર છે.સ્વાસ્થ્ય મંત્રી રોજર કમ્બાએ મીડિયાને જણાવ્યું કે અમેરિકા અને જાપાને આ રસી ડોનેટ કરવાની ઓફર કરી છે. તેમણે કહ્યું ન હતું કે કેટલા ડોઝ દાન કરવામાં આવશે અથવા તે દેશમાં ક્યારે આવશે.
વિશ્વભરમાં મંકીપોક્સના કેટલા કેસ છે?
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબ્લ્યુએચઓ) એ આ વર્ષે વિશ્વભરમાં 17 હજારથી વધુ Mpox કેસ અને 500 થી વધુ મૃત્યુ નોંધ્યા છે. તેમાંથી 96 ટકા કેસો અને મૃત્યુ કોંગોમાં થયા છે, જેની આરોગ્ય પ્રણાલી દેશના વિશાળ વિસ્તાર અને નબળી ઈન્ફ્રાસ્ટ્રક્ચરને કારણે રોગચાળાને રોકવામાં નિષ્ફળ ગઈ છે. કોંગો, આફ્રિકા એક ગરીબ દેશ છે અને મંકીપોક્સ ફાટી નીકળવાથી તેની સમસ્યાઓ વધી છે. ટકાથી વધુ કેસ અને 85 ટકાથી વધુ મૃત્યુ થયા છે.
આ પણ વાંચો – અજમેર બ્લેકમેલ-રેપ કેસ મામલે POCSO કોર્ટનો મોટો ચુકાદો, તમામ આરોપીને આજીવન કેદની સજા