ઓલ ઇન્ડિયા મિલ્લી કાઉન્સિલ ગુજરાત તરફથી મુસ્લિમ સમાજના પ્રશ્નો સંદર્ભે મિલ્લી કોન્ફરન્સ જામિઆ હફસા, બદર પ્લાઝાના પ્રથમ માળે આજ રોજ 27 ઓકટોબર 2.30 કલાકે યોજાઇ હતી. કોન્ફરન્સની શરૂઆત કુરાનની તિલાવતથી કરવામાં આવી હતી. મિલ્લી કોન્ફરન્સમાં મુસ્લિમ સમાજના આગેવાનો, મુસ્લિમ સંસ્થાઓ, સહિત દરેક ક્ષેત્રના મુસ્લિમ નિષ્ણાતો ઉપસ્થિત રહ્યા હતા.
નોંધનીય છે કે આ કોન્ફરન્સમાં મુસ્લિમ સમાજના બે મહત્વના પ્રશ્નો વકફ બિલ સુધારણા અને ડિમોલેશનની પ્રક્રિયા પર ચર્ચા કરવામાં આવી હતી. ગુજરાત મિલ્લી કાઉન્સિલ તરફથી આ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહીને આ યજ્ઞ પ્રશ્નો પર ચર્ચા વિચારણા કરી હતી.
ઉલ્લેખનીય છે કે હાઇકોર્ટના નિવૃત જજ એલ.આર.પઠાણે સમાજને માર્ગદર્શન આપતા કહ્યું હતું કે દેશના બંધારણ પર વિશ્વાસ મૂકીને હક્કની લડાઇ કાયદાકિય રીતે લડવી જોઇએ, જયારે વકિલ ઉવેશ મલિકે પણ સમાજને દિશા-સૂચન આપતા જણાવ્યું હતું કે કોઇપણ પ્રશ્નો નિરાકરણ લાવવા માટે કાયદાકિય રીતે જ લડી શકાય,જો બાંધકામ તોડવા માટેની તંત્ર તરફથી નોટિસ મળે તો તેનો સત્વરે જવાબ આપવા માટે વકિલનો સંપર્ક કરીને તેની લડત આપી શકાય.સમાજે જાગત રહેવાની જરૂર છે. કૌશરભાઇએ પણ લીગલ સંદર્ભે સંબોધન કરીને સલાહ-સૂચનો આપ્યા હતા.
ઓલ ઇન્ડિયા મિલ્લી કાઉન્સિલ ગુજરાતના પ્રમુખ મુફતી રિઝવાન તારાપુરીએ મિલ્લી કાઉન્સિલમાં વકફ બિલ અને ડિમોલેશનના એજન્ડા પર કામ કરશે એટલે કે હાલ અમદાવાદ શહેર પૂરતી મર્યાદિત એક લીગલ ટીમનું ગઠન કરવામાં આવશે તે તમામ મુસ્લિમ સમુદાયના લોકોને મદદ કરશે.ટૂંક સમયમાં આ લીગલ ટીમ નિવૃત જજ પઠાણ સાહેબ અને ઉવેશ મલીકના નેજા હેઠળ કામ કરશે.
ઓલ ઇન્ડિયા મિલ્લી કાઉન્સિલ ગુજરાત પ્રમુખ, મૌલાના મુફતી રિઝવાન તારાપુરી
નોંધનીય છે કે આ કોન્ફરન્સમાં મિલ્લી કાઉન્સિલના સભ્ય કલીમ સિદ્દીકી સહિતના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા અને જુહાપુર-સરખજેના સામાજિક કાર્યકર એજાજ પઠાણ પણ સામેલ હતા . તેમણે પણ સમાજે એક જૂટ થઇને આ પ્રશ્નો પર કાયદાકિચ રીતે લડત આપવાની વાત કરી હતી. સામાજિક સંસ્થાના નૂરજંહાબેને પણ સમાજના લગતા પ્રશ્નો સામે ગાંધીમાર્ગે અહિંસા સાથે લડત આપવી જોઇએ, બંધારણ અને કાયદાકિય રીતે લડત આપવાની વાત કરી હતી,તેમણે તમામ પ્રશ્નોના નિરાકરણ પર વાત કરી હતી. સમાજના લોકોએ તેમના હક્કોની લડાઇ કાયદાકિય રીતે લડવી જોઇ.
આ પણ વાંચો– સરખેજમાં જામિઆ ઇબ્ને ટ્રસ્ટ દ્વારા બીજો ભવ્ચ સર્વધર્મ સમૂહ લગ્નોત્સવ યોજાયો