ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે: ગાંધીનગરના જમિયતપુરામાં શિક્ષાપત્રી મહોત્સવમાં આપશે હાજરી

શિક્ષાપત્રી મહોત્સવમાં

શિક્ષાપત્રી મહોત્સવમાં : ગાંધીનગર (Gandhinagar): કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ (Amit Shah) આવતીકાલે ૨૭ જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ પોતાના વતન ગુજરાતના પ્રવાસે (Gujarat Visit) આવી રહ્યા છે. આ મુલાકાત દરમિયાન તેઓ ગાંધીનગર જિલ્લાના જમિયતપુરા (Jamiyatpura) ખાતે આયોજિત એક ભવ્ય ધાર્મિક મહોત્સવમાં સહભાગી થશે. સ્વામિનારાયણ સંપ્રદાય (Swaminarayan Sampraday) દ્વારા પવિત્ર ગ્રંથ ‘શિક્ષાપત્રી’ (Shikshapatri) ના લેખનને ૨૦૦ વર્ષ પૂર્ણ થવાના અવસરે આ વિશેષ સમૈયાનું આયોજન કરવામાં આવ્યું છે.

શિક્ષાપત્રી મહોત્સવમાં : જમિયતપુરામાં ભક્તિમય માહોલ
ગાંધીનગર જિલ્લાના જમિયતપુરામાં મહેસાણા-અડાલજ હાઇવે (Mehsana-Adalaj Highway) પર સ્થિત હનુમાન મંદિર પાસેના પર્વ મેદાનમાં આ ઐતિહાસિક સમૈયાનુ આયોજન કરાયું છે. શિક્ષાપત્રીને ૨૦૦ વર્ષ પૂર્ણ થતા સ્વામિનારાયણ સંપ્રદાયના હજારો ભક્તો આ મહોત્સવમાં ઉમટશે. અમિત શાહ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી ભગવાનના દર્શન કરશે અને સંતો-મહંતોના આશીર્વાદ પ્રાપ્ત કરશે. ઉલ્લેખનીય છે કે, અમિત શાહ અવારનવાર સ્વામિનારાયણ સંપ્રદાયના આધ્યાત્મિક કાર્યક્રમોમાં હાજરી આપતા હોય છે.

ચુસ્ત પોલીસ બંદોબસ્ત
કેન્દ્રીય ગૃહમંત્રીની મુલાકાતને ધ્યાનમાં રાખીને ગાંધીનગર વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ (Gujarat Police) દ્વારા સુરક્ષાના સખત ઇન્તઝામ કરવામાં આવ્યા છે. જમિયતપુરા અને તેની આસપાસના વિસ્તારોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત (Security Arrangement) ગોઠવી દેવામાં આવ્યો છે. હાઈવે પર ટ્રાફિકની વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પણ ખાસ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો:  GUJARAT BJP: ગુજરાત પ્રદેશ બાદ હવે જિલ્લા અને શહેરના હોદ્દેદારોની નિમણૂક, જૂનાગઢ-દાહોદ-આણંદમાં નવા ચહેરા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *