Anthony Albanese– પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એન્થોની અલ્બેનીઝને તેમની ઐતિહાસિક જીત બદલ અભિનંદન પાઠવ્યા છે. પીએમએ કહ્યું કે આ જનાદેશ ઓસ્ટ્રેલિયન લોકોની તેમના નેતૃત્વમાં અતૂટ શ્રદ્ધાને પ્રતિબિંબિત કરે છે. 2004 પછી આ પહેલી વાર છે જ્યારે કોઈ ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન સતત બે ચૂંટણી જીત્યા છે.
પીએમ મોદીએ એન્થોની અલ્બેનીઝને અભિનંદન પાઠવ્યા
Anthony Albanese– ટ્વિટર પર એન્થોની અલ્બેનીઝને ટેગ કરીને પીએમ મોદીએ લખ્યું, “ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન તરીકે તમારી ભવ્ય જીત અને ફરીથી ચૂંટાઈ આવવા બદલ @AlboMP ને અભિનંદન! આ જનાદેશ ઓસ્ટ્રેલિયન લોકોના તમારા નેતૃત્વમાં રહેલા સ્થાયી વિશ્વાસને પ્રતિબિંબિત કરે છે. હું ભારત-ઓસ્ટ્રેલિયા વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને વધુ ગાઢ બનાવવા અને ઈન્ડો-પેસિફિકમાં શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિ માટે અમારા સહિયારા દ્રષ્ટિકોણને આગળ વધારવા માટે સાથે મળીને કામ કરવા આતુર છું.”
ઓસ્ટ્રેલિયામાં લેબર પાર્ટીની મોટી જીત
આ ચૂંટણીમાં એન્થોની અલ્બેનીસની લેબર પાર્ટીએ શાનદાર પ્રદર્શન કર્યું અને વિપક્ષી પીટર ડટનને મોટા માર્જિનથી હરાવ્યા. ડટન પણ પોતાની બેઠક ગુમાવી, જે ઓસ્ટ્રેલિયન રાજકારણમાં એક દુર્લભ ઘટના છે. અલ્બેનીઝે તેમના પ્રથમ કાર્યકાળમાં ફુગાવા અને હાઉસિંગ કટોકટી જેવા પડકારોનો સામનો કર્યો હતો, પરંતુ તેમની સ્થિર નીતિઓએ લોકોનો વિશ્વાસ જાળવી રાખ્યો હતો.