મહેમદાવાદમાં બૂટલેગરો બેફામ- ખેડા જિલ્લાના મહેમદાવાદ દેશી દારૂના એપીસેન્ટર તરીકે જાણીતું છે. વિશ્વસનીય સૂત્રોના જણાવ્યા અનુસાર બોરીરોજી વિસ્તારમાં આજે પણ દેશી દારૂની ભઠ્ઠીઓ આજેપણ ધમધમી રહી છે, હવે બૂટલેગરો વિદેશી દારૂ (ઇંગ્લિશ દારૂ)નું ખુલ્લેઆમ વેચાણ કરી રહ્યા છે. વેરાઇ માતા અને ખાત્રેજ દરવાજા જેવા વિસ્તારોમાં આ ગેરકાયદેસર ધંધો ખુલ્લેઆમ ચાલી રહ્યો છે. અહીં બૂટલેગરો હોલસેલ અને રિટેલમાં વેચાણ કરી રહ્યા છે અને સાથે ફ્રી હોમ ડિલિવરી પણ આપી રહ્યા છે.આ પરિસ્થિતિ શહેરના યુવાધનને નશાની લતમાં ધકેલી રહી છે અને એક ગંભીર સામાજિક સમસ્યા બની રહી છે. બૂટલેગરોને કોઈ રોકટોક નથી, તેઓ ખુલ્લેઆમ ઈંગ્લિશ દારૂનો ધંધો કરી રહ્યા છે. સ્થાનિક પોલીસની નિષ્ક્રિયતાને કારણે આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓને વધુ વેગ મળ્યો છે, જેને કારણે શહેરના યુવાનોના ભવિષ્યને જોખમમાં મૂકી દેવામાં આવી રહ્યું છે.
મહેમદાવાદમાં બૂટલેગરો બેફામ- વિશ્વસનીય સૂત્રોના જણાવ્યા અનુસાર ખાત્રેજ દરવાજા બહાર બૂટલેગરો ઇંગ્લિશ દારૂનું હોલસેલ અને રિટેલ વેચાણ કરી રહ્યા છે અને બેને સ્થળે ફ્રી હોમ ડિલિવરી પણ આપી રહ્યા છે. આવા બૂટલેગરો સામે કડક પોલીસ કાર્યવાહી થાય તેવી લોકમાંગ ઉઠી રહી છે. શહેરના યુવાધનને બચાવવા માટે હવે પોલીસને અસરકારક ભૂમિકા ભજવવી પડશે.
છેલ્લા બે મહિનાથી મહેમદાવાદમાં નશીલા પદાર્થોનું વેચાણ પણ વધી ગયું છે.પોલીસ દ્વારા બે કેસોમાં કાર્યવાહી કરવામાં આવી હતી. પ્રથમ કેસમાં, એસઓજીને બાતમી મળી કે ઇકબાલ સ્ટ્રીટમાં ભાડે રહેતો શકિલ મીયાં મલેક કોડેઇન યુક્ત નશીલી સીરપ ગેરકાયદેસર રીતે વેચતો હતો. રેઇડ દરમિયાન શકિલને પકડવામાં આવ્યો અને તેની પાસેથી નશીલી સીરપ જપ્ત કરવામાં આવી.બીજા કેસમાં, મહેમદાવાદ પોલીસ દ્વારા ખાત્રેજ દરવાજા બહાર આઇસા મસ્જિદ પાસેના ખેતરમાંથી મકરૂદ્દીન મલેકને ગાંજાના મુદ્દામાલ સાથે પકડી પાડવામાં આવ્યો. આ શખ્સ પટેલાદ ગામનો વતની હતો અને શહેરમાં ગાંજાનું વેચાણ કરતો હતો.આ બંને કેસો મહેમિયાદાદમાં નશીલા પદાર્થોના વધતા પ્રભાવ અને ખતરનાક દિશા તરફ દોરી રહેલા સામાજિક પડઘાઓને ઉજાગર કરે છે.
આ પણ વાંચો- મહેમદાવાદમાં નશીલા પદાર્થોની એન્ટ્રી! દેશી દારૂના એપીસેન્ટરમાં હવે ગાંજા-કોડેઇન સિરપનો પણ ધંધો?