ISIS સાકિબ નાચન અને રવિન્દ્ર વર્મા- મહારાષ્ટ્ર એન્ટી-ટેરરિઝમ સ્ક્વોડ (ATS) દ્વારા થાણેના પડઘા વિસ્તારમાં આતંકવાદી પ્રવૃત્તિઓ સામે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ATSએ આતંકવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સીરિયા (ISIS) સાથે સંકળાયેલા શંકાસ્પદ વ્યક્તિઓના ઘરો પર દરોડા પાડ્યા છે. આ દરોડામાં પ્રતિબંધિત સંગઠન સ્ટુડન્ટ ઇસ્લામિક મૂવમેન્ટ ઓફ ઇન્ડિયા (SIMI)ના ભૂતપૂર્વ સભ્ય સાકિબ નાચનનું ઘર પણ નિશાને હતું.
ISIS સાકિબ નાચન અને રવિન્દ્ર વર્મા- સાકિબ નાચન પર 2002-2003માં મુંબઈ સેન્ટ્રલ રેલ્વે સ્ટેશન, વિલે પાર્લે અને મુલુંડ બોમ્બ વિસ્ફોટના કેસોમાં સંડોવણીનો આરોપ છે, જેમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા હતા. 2017માં સજા પૂર્ણ કર્યા બાદ, તે ફરીથી કટ્ટરપંથી પ્રવૃત્તિઓમાં સામેલ હોવાનું માનવામાં આવે છે. ATSની આ કાર્યવાહી ખાનગી બાતમીના આધારે હાથ ધરવામાં આવી હતી, જેમાં 250થી વધુ પોલીસકર્મીઓએ 15થી વધુ સ્થળોએ દરોડા પાડ્યા હતા.
પાકિસ્તાની જાસૂસની ધરપકડ
ATSએ તાજેતરમાં 27 વર્ષીય એન્જિનિયર રવિન્દ્ર વર્માની પણ ધરપકડ કરી હતી, જેના પર પાકિસ્તાની જાસૂસીનો આરોપ છે. આ ધરપકડ ખાનગી બાતમીના આધારે ત્રણ દિવસ પહેલા કરવામાં આવી હતી, જે દર્શાવે છે કે ATS આતંકવાદ અને જાસૂસીની ગતિવિધિઓ સામે સતત સતર્ક છે.
આ પણ વાંચો- ભારતમાં કોરોનાની રફતાર તેજ, 685 નવા કેસ,એકટિવ કેસ 3300 ને પાર