Bank of India ₹121 Crore Fraud Case: અમદાવાદમાં બેંક ઓફ ઇન્ડિયા સાથે ₹121 કરોડની મોટી છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે. આ કેસમાં સીબીઆઈએ અમદાવાદની અનિલ બાયોપ્લસ (ABL) કંપનીની ઓફિસો અને તેના ડાયરેક્ટર અમોલ શેઠ, દર્શન મહેતા તેમજ નલિન ઠાકોરના ઘરો પર દરોડા પાડી કાર્યવાહી કરી છે. આ કાર્યવાહી બેંક ઓફ ઇન્ડિયાની ફરિયાદના આધારે કરવામાં આવી છે.
Bank of India ₹121 Crore Fraud Case: આરોપ છે કે કંપની અને તેના ડાયરેક્ટરોએ ખોટા દસ્તાવેજો અને ખોટી માહિતી આપીને બેંકને છેતરી હતી. સીબીઆઈએ કેસ નોંધ્યા બાદ તરત જ અમદાવાદ અને ગાંધીનગરમાં કંપનીની ઓફિસો તેમજ ડાયરેક્ટરોના ઘરો પર તપાસ શરૂ કરી. આ દરોડા દરમિયાન સીબીઆઈને મહત્વના દસ્તાવેજો, હાર્ડ ડિસ્ક અને અન્ય પુરાવા મળ્યા છે, જે આ છેતરપિંડીનો પર્દાફાશ કરવામાં મદદરૂપ થશે.
સીબીઆઈએ અમોલ શેઠ, દર્શન મહેતા અને નલિન ઠાકોર સામે કેસ નોંધીને તેમની પૂછપરછ શરૂ કરી છે. સાથે જ, આ કૌભાંડમાં અન્ય કોઈ વ્યક્તિ સામેલ છે કે નહીં તેની પણ તપાસ ચાલી રહી છે.બેંક ઓફ ઇન્ડિયાની ફરિયાદ પ્રમાણે, ABL કંપનીએ વિવિધ બેંક ખાતાઓ અને પ્રોજેક્ટો માટે લોન લીધી હતી, પરંતુ તેનો ઉપયોગ બીજા હેતુઓ માટે કર્યો હતો. આના કારણે બેંકને મોટું આર્થિક નુકસાન થયું છે.
નોંધનીય છે કે અમદાવાદમાં બેંક ઓફ ઇન્ડિયા સાથે ₹121 કરોડની મોટી છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે. આ કેસમાં સીબીઆઈએ અમદાવાદની અનિલ બાયોપ્લસ (ABL) કંપનીની ઓફિસો અને તેના ડાયરેક્ટર અમોલ શેઠ, દર્શન મહેતા તેમજ નલિન ઠાકોરના ઘરો પર દરોડા પાડી કાર્યવાહી કરી છે. આ કાર્યવાહી બેંક ઓફ ઇન્ડિયાની ફરિયાદના આધારે કરવામાં આવી છે.