BCCI એ સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ લિસ્ટ કર્યું જાહેર, શ્રેયસ અય્યર અને ઈશાન કિશનની વાપસી

BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ – ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ 2024-25 સીઝન (1 ઓક્ટોબર 2024થી 30 સપ્ટેમ્બર 2025) માટે ખેલાડીઓના કેન્દ્રીય કરારની યાદી જાહેર કરી છે. આ યાદીમાં કુલ 34 ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે ગત વર્ષની 30 ખેલાડીઓની તુલનામાં વધારે છે. આ વખતે શ્રેયસ અય્યર અને ઈશાન કિશનની વાપસીએ ચર્ચા જગાવી છે, જ્યારે ઋષભ પંતને ગ્રેડ Bમાંથી ગ્રેડ Aમાં બઢતી મળી છે.
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ -BCCIએ A+ ગ્રેડમાં ચાર ખેલાડીઓને જાળવી રાખ્યા છે, જેમાં રોહિત શર્મા, વિરાટ કોહલી, જસપ્રિત બુમરાહ અને રવિન્દ્ર જાડેજાનો સમાવેશ થાય છે. આ ખેલાડીઓને વાર્ષિક 7 કરોડ રૂપિયાની રિટેનરશિપ મળશે. ગયા વર્ષે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેનાર આર. અશ્વિનને આ યાદીમાંથી બહાર કરવામાં આવ્યા છે.
ઋષભ પંતને તેના શાનદાર પ્રદર્શન બદલ ગ્રેડ Bમાંથી ગ્રેડ Aમાં પ્રમોટ કરવામાં આવ્યો છે, જેના હેઠળ તેને વાર્ષિક 5 કરોડ રૂપિયા મળશે. ગ્રેડ Aમાં પંત ઉપરાંત મોહમ્મદ સિરાજ, કેએલ રાહુલ, શુભમન ગિલ, હાર્દિક પંડ્યા અને મોહમ્મદ શમીનો સમાવેશ થાય છે.શ્રેયસ અય્યર, જે ગત વર્ષે રણજી ટ્રોફીમાં ભાગ ન લેવાને કારણે કરારમાંથી બહાર થયો હતો, તેણે ગ્રેડ Bમાં વાપસી કરી છે. આ ગ્રેડમાં તેની સાથે સૂર્યકુમાર યાદવ, કુલદીપ યાદવ, અક્ષર પટેલ અને યશસ્વી જયસ્વાલનો સમાવેશ થાય છે, જેમને વાર્ષિક 3 કરોડ રૂપિયા મળશે.
ગ્રેડ Cમાં કુલ 19 ખેલાડીઓનો સમાવેશ છે, જેમાં નીચેના ખેલાડીઓ સામેલ છે:
રિંકુ સિંહ, તિલક વર્મા, ઋતુરાજ ગાયકવાડ, શિવમ દુબે, રવિ બિશ્નોઈ, વોશિંગ્ટન સુંદર, મુકેશ કુમાર, સંજુ સેમસન, અર્શદીપ સિંહ, પ્રસીદ ક્રિષ્ના, રજત પાટીદાર, ધ્રુવ જુરેલ, સરફરાઝ ખાન, નીતિશ કુમાર રેડ્ડી, ઈશાન કિશન, અભિષેક શર્મા, આકાશ દીપ, વરુણ ચક્રવર્તી, હર્ષિત રાણા.
કરારની રકમ

BCCIના કેન્દ્રીય કરાર હેઠળ ખેલાડીઓને નીચે મુજબની વાર્ષિક રિટેનરશિપ મળે છે:
A+ ગ્રેડ: 7 કરોડ રૂપિયા

A ગ્રેડ: 5 કરોડ રૂપિયા

B ગ્રેડ: 3 કરોડ રૂપિયા

C ગ્રેડ: 1 કરોડ રૂપિયા

 

આ પણ વાંચો-  ઓસ્ટ્રેલિયાએ ભારતના ગુજરાત સહિત 6 રાજ્યના વિધાર્થીઓના વિઝા પર લગાવ્યો પ્રતિબંધ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *