મુંબઇ કુર્લામાં BEST બસે 20 લોકોને કચડી નાંખ્યા, 3 લોકોના મોત

મુંબઈના કુર્લા વિસ્તારમાં આ સમયે એક દુ:ખદ અકસ્માત થયો છે. અહીં બેસ્ટની બસે અકસ્માત સર્જોયો છે. બેસ્ટની બસ નીચે 20 લોકો કચડાયા હોવાની માહિતી પણ સામે આવી રહી છે. આ અકસ્માત કુર્લા વેસ્ટ રેલવે સ્ટેશન રોડ પર આંબેડકર નગરમાં થયો હતો. અકસ્માતમાં બેસ્ટની બસે રસ્તા પર ચાલી રહેલા 20 લોકોને કચડી નાખ્યા હતા, જેમાંથી 3 લોકોના મોત થયા હતા. ઘાયલોને સાયન અને કુર્લા ભાભા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. બ્રેક ફેલ થવાના કારણે આ અકસ્માત થયો હોવાનું માનવામાં આવે છે. આ દુર્ઘટના બુદ્ધ કોલોની નજીક આંબેડકર નગરમાં ત્યારે થઈ જ્યારે BEST બસ રૂટ નંબર 332 કુર્લા સ્ટેશનથી અંધેરી જઈ રહી હતી.

મુંબઈની જાહેર પરિવહન સેવા બેસ્ટની એક બસે સોમવારે રાત્રે રાહદારીઓ અને કેટલાક વાહનોને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા છે, જ્યારે 17 અન્ય લોકો ઘાયલ થયા છે. BMCના એક અધિકારીએ કહ્યું કે એવી આશંકા છે કે કુર્લામાં અકસ્માત બસની બ્રેકમાં ખામીને કારણે થયો હોઈ શકે છે. તેમણે જણાવ્યું કે, રૂટ નંબર 332 પર જતી વખતે બેસ્ટ બસના ડ્રાઈવરે અચાનક બસ પરથી કાબુ ગુમાવી દીધો હતો.

ચાલતા લોકો કચડાયા
આ પછી બસ રસ્તા પર ચાલી રહેલા લોકોને ટક્કર મારી હતી. આ સાથે અનેક વાહનોને પણ ટક્કર મારી હતી. તેમણે જણાવ્યું કે આ પછી બેસ્ટ ઉપક્રમની બસ રહેણાંક સોસાયટી સાથે અથડાઈ અને અટકી ગઈ. અધિકારીએ જણાવ્યું કે આ અકસ્માતમાં 3 લોકોના મોત થયા છે, જ્યારે 17 અન્ય લોકો ઘાયલ થયા છે. તેમણે કહ્યું કે ઘાયલોને નજીકની ભાભા હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. તેમણે જણાવ્યું કે બસ કુર્લા રેલવે સ્ટેશનથી અંધેરી જઈ રહી હતી ત્યારે આ અકસ્માત થયો હતો.

આ પણ વાંચો-    સુરતમાં BJP નેતાએ લગ્ન પ્રસંગે ફાયરિંગ કર્યું, 2 લોકો ઘાયલ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *