અંબાજીમાં ભાદરવી પૂનમ મેળો 1થી 7 સપ્ટેમ્બરે યોજાશે, કલેકટરે કરી જાહેરાત

અંબાજીમાં ભાદરવી પૂનમ મેળો :  શક્તિપીઠ અંબાજી ખાતે દર વર્ષે ભાદરવી પૂનમના મહામેળાનું આયોજન થાય છે. આ વર્ષે પણ 1થી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન ભાદરવી પૂનમનો મેળો યોજાશે. આ મેળાની તૈયારીઓના ભાગરૂપે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલની અધ્યક્ષતામાં પાલનપુર કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજાઈ હતી.

મેળાની તૈયારીઓ માટે ઉચ્ચસ્તરીય બેઠક
અંબાજીમાં ભાદરવી પૂનમ મેળો: બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા, અંબાજી વહીવટદાર અને અધિક કલેક્ટર કૌશિક મોદી સહિત સંબંધિત વિભાગના અધિકારીઓએ ભાગ લીધો. કલેક્ટર મિહિર પટેલે જણાવ્યું કે, “દર વર્ષે મેળામાં લાખો ભક્તો ઉમટે છે. ભક્તોની સુવિધા માટે આ વર્ષે વિવિધ સુવિધાઓમાં વધારો કરવામાં આવશે.”તેમણે વધુમાં જણાવ્યું હતું કેમેળા દરમિયાન શ્રદ્ધાળુઓ માટે બસની વ્યવસ્થા, રોકાણ અને ભોજન વ્યવસ્થા, પાર્કિંગ, સ્વાસ્થ્ય સુવિધાઓ, સ્વચ્છતા અને કાયદો-વ્યવસ્થા પર વિશેષ ધ્યાન અપાશે
ભક્તોની સુવિધા માટે વ્યાપક આયોજન
આ મેળા દરમિયાન ભક્તોને સુરક્ષા, પરિવહન, આરોગ્ય, પાણી, સ્વચ્છતા અને અન્ય સુવિધાઓ પૂરી પાડવા માટે વહીવટી તંત્ર દ્વારા વ્યાપક આયોજન કરવામાં આવી રહ્યું છે. આ બેઠકમાં મેળાની સફળતા માટે જરૂરી તૈયારીઓ અને વ્યવસ્થાઓ પર ચર્ચા કરવામાં આવી.
અંબાજી ભાદરવી પૂનમ મેળો ગુજરાતના સૌથી મોટા ધાર્મિક મેળાઓમાંનો એક છે, જેમાં દેશભરમાંથી લાખો શ્રદ્ધાળુઓ દર્શન માટે આવે છે. આ વર્ષે પણ વહીવટી તંત્ર દ્વારા ભક્તોને શ્રેષ્ઠ અનુભવ પ્રદાન કરવા કટિબદ્ધ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *