Bhupendra Singh Zala Remand : ઠગબાજ ભૂપેન્દ્રસિંહ ઝાલાના 7 દિવસના રિમાન્ડ મંજૂર, તપાસમાં નવા ખુલાસાની શક્યતા

Bhupendra Singh Zala Remand

Bhupendra Singh Zala Remand : BZ ગ્રુપના મુખ્ય આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ બાદ કોર્ટે 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. CID ક્રાઈમની ટીમે કોર્ટમાં રજૂ કરી 14 દિવસના રિમાન્ડની માગણી કરી હતી, જ્યાં બંને પક્ષના વકીલોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટ દ્વારા 7 દિવસના રિમાન્ડની મંજૂરી આપવામાં આવી.

ભૂપેન્દ્રસિંહ ઝાલાએ 6 હજાર કરોડ રૂપિયાથી વધુના કૌભાંડને અંજામ આપ્યો હતો અને છેલ્લા એક મહિનાથી પોલીસથી બચવા ફરાર હતો. CID ક્રાઈમે મહેસાણાના દવાડા ગામેથી તેની ધરપકડ કરી હતી. આ અગાઉ, જામીન મેળવવા માટે તેણે સેશન્સ કોર્ટ અને હાઈકોર્ટમાં અરજી કરી હતી, જે ફગાવાઈ ગઈ હતી.

BZ ગ્રુપના કૌભાંડ પછી ભૂપેન્દ્રસિંહ મધ્યપ્રદેશ ભાગ્યો હતો અને ત્યાંથી રાજસ્થાન અને ગુજરાત આવ્યો હતો. પોલીસથી બચવા માટે તે જુદી જુદી હોટલોમાં અને ફાર્મહાઉસમાં રહેતો હતો, રોજ નવા સીમકાર્ડનો ઉપયોગ કરતો હતો અને એક ખાસ એપ્લિકેશન દ્વારા વકીલો અને અન્ય સાગરિતો સાથે સંપર્કમાં હતો.

મૂળ સાબરકાંઠાના ભુખ્યાદેરા ગામનો વતની ભૂપેન્દ્રસિંહ વિરુદ્ધ CID ક્રાઈમે નવેમ્બરમાં ફરિયાદ નોંધી હતી. તપાસ દરમિયાન 6 હજાર કરોડના કૌભાંડ સાથે જોડાયેલા 8 આરોપીઓની ધરપકડ થઈ છે. ભુપેન્દ્રસિંહની એક જ બ્રાન્ચમાંથી 52 કરોડના વ્યવહારો અને પોન્ઝી સ્કીમ હેઠળ વસાવેલી 18 મિલકતો સામે આવી છે, જેની કિંમત આશરે 100 કરોડ રૂપિયા છે. આ તમામ મિલકતો હાલમાં સીઝ કરવામાં આવી છે, અને તપાસની કામગીરી ઝડપી કરવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *