GPSCની 11 પરીક્ષામાં મોટા ફેરફાર, હવે ભાગ 1 બધા માટે સરખુ, ભાગ 2 વિષય આધારિત!

GPSCની 11 પરીક્ષામાં મોટા ફેરફાર –  ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા તેની 11 પરીક્ષાઓમાં ફેરફાર કર્યો છે, જેનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓના હિતમાં છે. આ ફેરફાર ખાસ કરીને 11 કેડરની ભરતી માટેના પ્રાથમિક કસોટી પર આધારિત છે.

GPSCની 11 પરીક્ષામાં મોટા ફેરફાર – નોંધનીય છે કે  હવે ભાગ 1નું પ્રશ્નપત્ર તમામ કેડર માટે એકસરખું રહેશે, જ્યારે ભાગ 2નું પ્રશ્નપત્ર વિષય મુજબ અલગ અલગ રહેશે. અગાઉ દરેક કેડર માટે ભાગ 1ના પેપરો અલગ થતા હતા, પરંતુ આ નવા નિર્ણયથી 1થી વધુ ભરતી માટે આવતા ઉમેદવારોને ફાયદો થશે.GPSCની પરીક્ષાઓ ડિસેમ્બર અને જાન્યુઆરીમાં યોજાવાની છે. સાથે જ, સંમતિ પત્રકમાં કોઈપણ પ્રકારની ફી લેવાની નહીં હોય. આ નિર્ણય વિદ્યાર્થીની માંગ અને તેમના હિતમાં લેવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે ફેરફાર મુજબ ભાગ 1નું પ્રશ્નપત્ર તમામ કેડર માટે એક સમાન રહેશે. જ્યારે ભાગ 2નું પ્રશ્નપત્ર વિષય પ્રમાણે અલગ અલગ રહેશે. અગાઉ દરેક કેડર માટે ભાગ એકનું પેપર અલગ નીકળતું હતું. 1 થી વધારે ભરતીમાં જે પણ ઉમેદવારો ભાગ લેશે તેમના માટે આ નિર્ણય ફાયદાકારક છે. આપને જણાવી દઈએ કે ડિસેમ્બર અને જાન્યુઆરીમાં આ પરીક્ષાઓ લેવામાં આવશે.દરેકનો ભાગ એકનો અભ્યાસક્રમ એક સરખો હોવાથી હવે ભાગ એકનું પેપર પણ કોમન રહેશે. 1 થી વધુ ભરતીમાં ભાગ લેનારા માટે આ નિર્ણય ઉપયોગી સાબિત થશે. હવે 11 ભરતી પૈકી 8 ભરતીનું સામન્ય અભ્યાસક્રમનું પેપર એક જ રહેશે. જે પરીક્ષામાં વિદ્યાર્થીઓની સંખ્યા વધુ હશે ત્યાં મંડળ દ્વારા સંમતિ પત્રક લેવામાં આવશે.ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા તેની 11 પરીક્ષાઓમાં ફેરફાર કર્યો છે, જેનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓના હિતમાં છે. આ ફેરફાર ખાસ કરીને 11 કેડરની ભરતી માટેના પ્રાથમિક કસોટી પર આધારિત છે.

 

આ પણ વાંચો –   વૈષ્ણોદેવી રોપવે પ્રોજેક્ટનો હિંસક વિરોધ,પોલીસ પર પથ્થરમારો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *