દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂત ને આ દુનિયા છોડીને વર્ષો થઈ ગયા છે, પરંતુ તેના ચાહકો હજુ પણ તેને ખૂબ મિસ કરે છે. દરરોજ કોઈને કોઈ સ્ટાર કે તેના ફેન્સ તેનો ઉલ્લેખ કરતા જોવા મળે છે. તમને જણાવી દઈએ કે અભિનેતાનું નિધન 14 જૂન, 2020 ના રોજ થયું હતું. તેની લાશ તેના ફ્લેટના રૂમમાં લટકતી હાલતમાં મળી આવી હતી. જ્યારે આ સમાચાર લોકોમાં આવ્યા તો બધા ચોંકી ગયા.
સુશાંત સિંહ રાજપૂત ના મૃત્યુ બાદ આ મામલો લાંબા સમય સુધી ચર્ચામાં રહ્યો હતો. અભિનેતાના મૃત્યુના કેસમાં ચાહકો અને તેનો પરિવાર હજુ પણ ન્યાયની માંગ કરી રહ્યા છે. હવે ફરી એકવાર દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનો મામલો ચર્ચામાં આવ્યો છે. વાસ્તવમાં, હવે બોમ્બે હાઈકોર્ટમાં એક જાહેર હિતની અરજી (PIL) દાખલ કરવામાં આવી છે, જેમાં સુશાંત અને સાલિયાનના મૃત્યુ કેસમાં આદિત્ય ઠાકરેની પૂછપરછ અને ધરપકડની વિનંતી કરવામાં આવી છે.
બોમ્બે હાઈકોર્ટ 19 ફેબ્રુઆરીએ સુનાવણી કરશે
બોલિવૂડ હંગામાના અહેવાલ મુજબ, અરજીમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે સીબીઆઈએ તેની તપાસ અંગે સંપૂર્ણ રિપોર્ટ સોંપવો જોઈએ અને આદિત્ય ઠાકરે સામે વહેલી તકે તપાસ શરૂ કરવી જોઈએ. સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ લિટિગન્ટ્સ એસોસિએશન ઑફ ઈન્ડિયા દ્વારા દાખલ કરવામાં આવેલી પીઆઈએલમાં દિશા અને સુશાંત બંનેની ઘટનાઓની આસપાસના સંજોગો પર પ્રશ્નો ઉઠાવ્યા છે અને સત્ય બહાર લાવવાની માંગ કરી છે.
આ પછી આદિત્ય ઠાકરેએ હસ્તક્ષેપની અરજી રજૂ કરી. તેમની અરજીમાં ઠાકરેએ દલીલ કરી છે કે કોર્ટે કોઈપણ આદેશ જારી કરતા પહેલા તેમના બચાવને સાંભળવો જોઈએ. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે પીઆઈએલ મેન્ટેનેબલ નથી. આવી સ્થિતિમાં, હવે બોમ્બે હાઈકોર્ટ આ જાહેર હિતની અરજી (PIL)ની સુનાવણી કરવા જઈ રહી છે અને આ સુનાવણી 19 ફેબ્રુઆરીએ હાથ ધરવામાં આવશે.
નોંધનીય છે કે સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુના 6 દિવસ પહેલા 8 જૂને તેની મેનેજર દિશા સાલિયાનનું એક બિલ્ડિંગના 14મા માળેથી પડી જવાથી મોત થયું હતું. બંનેના મોત શંકાસ્પદ હતા, પરંતુ આજ સુધી કોઈ માહિતી જાહેર કરવામાં આવી નથી.
આ પણ વાંચો – ટ્રેનની ટિકિટ ફટાફટ આ APPથી કરો બુક, તમારો સમય બચી જશે!