ભાજપે વોર્ડ પ્રમુખની ચૂંટણી – ગુજરાતમાં ભાજપ દ્વારા વોર્ડ પ્રમુખની ચૂંટણી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. રાજ્યના તમામ મહાનગરોમાં વોર્ડ અધ્યક્ષ માટેની પસંદગી પ્રક્રિયા આઠ અને નવાં તારીખે શનિવારે અને રવિવારે ઉમેદવારી પત્રો સ્વીકારવામાં આવશે.આ પ્રક્રિયા સાથે સંકળાયેલા કેટલાક મહત્વપૂર્ણ નિયમો અને નીતિઓ જાહેર કરવામાં આવી છે. BJP દ્વારા વોર્ડ પ્રમુખની પસંદગી માટે ચોક્કસ યોગ્યતા નક્કી કરવામાં આવી છે, જેમાં 2 ટર્મ પુરા કરનારા વોર્ડ પ્રમુખોને ફરીથી તક નહિ આપવામાં આવે. અહેવાલ મુજબ, જે વોર્ડ પ્રમુખોએ સતત 2 ટર્મ પૂરાં કર્યા છે, તેમને બીજી વખત વોર્ડ પ્રમુખ બનવા માટે પસંદ કરવામાં નહીં આવે.
વય મર્યાદા અને છૂટછાટ
ભાજપે વોર્ડ પ્રમુખની ચૂંટણી – આ સાથે, વોર્ડ પ્રમુખ બનવા માટેની મહત્તમ ઉંમર 40 વર્ષ નક્કી કરવામાં આવી છે. પરંતુ ખાસ કિસ્સાઓમાં ઉંમરની છૂટછાટ આપવામાં આવી છે, અને 45 વર્ષ સુધીની વય મર્યાદાને મંજૂરી આપવામાં આવી છે.
ગાંધીનગર, અમદાવાદ પૂર્વ અને પશ્ચિમ
ગુજરાતના મુખ્ય શહેરોમાં, જેમકે ગાંધીનગર, અમદાવાદ પૂર્વ અને પશ્ચિમ લોકસભા ક્ષેત્રોમાં વોર્ડ પ્રમુખની ચૂંટણી માટે પ્રક્રિયા શરૂ થઈ છે. જેમણે વોર્ડ પ્રમુખ બનવાનો ઈરાદો વ્યક્ત કર્યો છે, તેમના માટે પાર્ટી દ્વારા નક્કી કરાયેલા માનદંડો પ્રમાણે, તે વ્યક્તિએ વોર્ડની ટીમ, મહાનગરની ટીમ, સેલ, મોરચા અને પ્રકલ્પમાં પાર્ટી માટે ફરજીયાત કામ કર્યું હોવું જોઈએ.
આ પણ વાંચો – સલમાન ખાનના શૂટિંગ સ્થળે સંદિગ્ધ શખ્સ પહોંચ્યો, પુછપરછમાં બિશ્નોઇની આપી ધમકી!