ગેનીબેનના ગઢ વાવમાં ભાજપની જીત, ભારે રસાકસી બાદ ભાજપના સ્વરૂપજી ઠાકોર 2567 મતથી જીત્યા

ગેનીબેન –   2024ની વાવ વિધાનસભા બેઠક પરની પેટા ચૂંટણીમાં છેલ્લી ક્ષણ સુધી ચાલેલી રસાકસી અને તીવ્ર સ્પર્ધાના બન્ને પક્ષો વચ્ચે ભાજપના સ્વરૂપજી ઠાકોરે 2567 મતે જીત મેળવી છે, જયારે કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત આ મતસંગ્રહમાં પરાજિત થયા છે.વિશ્વસનીય માહિતી મુજબ, 23માં રાઉન્ડના અંતે ભાજપના સ્વરૂપજી ઠાકોરે જીત નોંધાવી હતી. આ રાઉન્ડ સુધીમાં, 14 રાઉન્ડ સુધી કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત આગળ હતા. પરંતુ ત્યારબાદ સ્વરૂપજી ઠાકોરે સતત તેમના આગળની લીડ ઘટાડતા જઈ અને છેલ્લે 2567 મતથી વિજય પ્રાપ્ત કર્યો.

સ્વરૂપજી ઠાકોર વાવ તાલુકાના બીયોક ગામના નિવાસી છે અને ઠાકોર સમાજના એક સક્રિય નેતા અને ઠાકોર સેનાના પ્રદેશ ઉપાધ્યક્ષ રહી ચૂક્યા છે. સ્વરૂપજી ઠાકોરે 2019માં બનાસકાંઠા બેઠક પરથી લોકસભા ચૂંટણી લડી હતી, જેમાં તેમને 48,634 મત મળ્યા હતા.આ ઉપરાંત, 2022ની વિધાનસભા ચૂંટણીમાં સ્વરૂપજી ઠાકોરે ગેનીબેન ઠાકોર સામે ચૂંટણી લડી હતી, પરંતુ તેમણે 15,601 મતોથી પરાજયનો સામનો કર્યો હતો.

નોંધનીય છે કે વાવ વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણીમાં ભાજપના સ્વરૂપજી ઠાકોરે જીત મેળવી છે. 23માં રાઉન્ડના અંતે ભાજપના સ્વરૂપજી ઠાકોરે 2567 મતે કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂતને હરાવ્યા છે. 14 રાઉન્ડ સુધી કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત આગળ હતા. જોકે, 14 રાઉન્ડ પછી ભાજપના સ્વરૂપજી ઠાકોર સતત કોંગ્રેસની લીડ કાપતા જોવા મળ્યા હતા. 23માં અંતિમ રાઉન્ડના અંતે ભાજપના સ્વરૂપજી ઠાકોરે અંતે કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂતને હરાવ્યા હતા.

આ પણ વાંચો –  વાયનાડમાં પ્રિયંકા ગાંધીની જીત નિશ્વિત, 4 લાખ વોટથી આગળ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *