ભરૂચની અંકલેશ્વર GIDC માં મોટી દુર્ઘટના સર્જાઈ છે જેમાં ચાર લોકોનાં મોત થયા છે. મળતી માહિતી અનુસાર, ડેટોક્સ ઈન્ડિયા કંપનીમાં રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ભયાનક બ્લાસ્ટ થયો હતો. આ ઘટનામાં ચારનાં મોત થયાના અહેવાલ છે. હાલ ઘટનાસ્થળે પોલીસની ટીમ પહોચી છે.
નોંધનીય છે કે અંકલેશ્વર GIDC માં એકવાર ફરી ઔદ્યોગિક દુર્ઘટના બની છે. અહીં આવેલી ડેટોક્સ ઇન્ડિયા કંપનીમાં આજે બપોરના સમયે પ્રચંડ ધડાકા સાથે બ્લાસ્ટ થયો, જેના પરિણામે ચાર કામદારોનાં મોત થયા છે, જ્યારે કેટલાક અન્ય કામદારો ઇજાગ્રસ્ત થઈ ગયા છે.પ્રાથમિક જાણકારી અનુસાર, કંપનીના એમ.ઇ.પ્લાન્ટમાં સ્ટીમ પ્રેસર પાઇપ ફાટતા આ બ્લાસ્ટ થયો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જેમજેમ બનાવની જાણ થઈ, તે સમયના ફાયર ફાયટરો અને સેફટી એન્ડ હેલ્થ વિભાગની ટીમને તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચાડી આપવામાં આવી હતી. પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે પહોંચી ગયો છે.બ્લાસ્ટની ચળચળથી આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઇ છે અને કંપનીની બહાર લોકોના ટોળા એકઠા થઈ ગયા છે.
આ ઘટનાની જાણ થતા ફાયર ટીમ અને સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી છે અને બચાવ કામગીરી સત્વરે હાથ ધરી છે. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ ઘટનામાં હાલ 4 લોકોના મોત નિપજ્યા છે.
આ પણ વાંચો- ગુજરાતના આ શહેરમાં પણ હવે અશાંત ધારો લાગુ,જાણો તેના વિશે