ગુજરાતના વધુ એક શહેરમાં અશાંતધારો લાગુ કરવામાં આવ્યો છે. હા અશાંત ધારો અમદાવાદન વિરમગામે લગાવવામાં આવ્યો છે. 1990 કોમી રમખાણો બાદ અમલમાં આવેલા અશાંત ધારાનો કાયદો ગુજરાતના 16 થી વધુ શહેરોમાં ફેલાયો છે. ત્યારે હવે કલોલ બાદ વિરમગામમાં પણ અશાંતધારો લાગુ કરી દેવામાં આવ્યો છે. જે મુજબ, હવે કલેકટરની મંજૂરીથી જ અહી પ્રોપર્ટીનું ખરીદ અને વેચાણ કરી શકાશે.નોંધનીય છે કે અમદાવાદને અડીને આવેલા કલોલ તાલુકામાં હજી એક મહિના પહેલા જ અશાંતધારો લાગુ કરવામા આવ્યો હતો. ત્યારે હવે વિરમગામમાં પણ મહેસૂલ વિભાગ દ્વારા અશાંત ધારો લાગુ કરી દેવાયાની સોમવારે જાહેરાત કરાઈ છે.
નોંધનીય છે કે વિરમગામમાં અશાંતધારો લાગુ થવાથી કલેક્ટરની મંજૂરી સિવાય અશાંત ક્ષેત્રમાં બે અલગ અલગ ધર્મ ધરાવતા મિલકત માલિકો પોતાનું મકાન કે દુકાન કે પ્લોટ વેચી કે ખરીદી નહિ શકે. આ માટે જાહેર કરાયેલા નોટિફિકેશનમાં જણાવાયું કે, વિરમગામ શહેરના ૧૮ ક્ષેત્રોમાં આવેલા રહેલાંક, વાણિજ્ય અને ને ખુલ્લા પ્લોટ સહિતની મિલકતોના ખરીદ વેચાણ ઉપર કલેક્ટરની મંજૂરીને ફરજિયાત કરી દેવામાં આવી છે. 1990ના દાયકામાં ગુજરાતમાં ભારે કોમી તોફાનો થયા બાદ, સ્વ. મુખ્યમંત્રી ચીમનભાઈ પટેલે ગુજરાતમાં અશાંત વિસ્તાર ધારો લાગુ કરાવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે ગાંધીનગર જિલ્લાના કલોલ રાહેરના 25 વિસ્તારોમાં આ કાયદાના હેઠળ આવરી લેવામાં આવ્યો હતો. આ ઉપરાંત અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર એમ ચારેય મહાનગરોમાં અશાંત ધારો લાગુ છે. તેમજ આણંદ, કપડવંજ, બોરસદ, પેટલાદ, નડીયાદ, પોળકા, મોરબી, પંધુકા, સાવરકુંડલા, ગોધરા, મહેસાણા સહિત અનેક શહેરોમાં આ કાયદો લાગુ કરાયો છે.
આ પણ વાંચો- ‘ગદર 2’ના દિગ્દર્શકની અનિલ શર્માની નવી ફિલ્મ વનવાસ ફિલ્મનું દમદાર ટ્રેલર રિલીઝ