કેનેડા સરકારે ફાસ્ટ ટ્રેક સ્ટડી વિઝા પ્રોગ્રામ સમાપ્ત કર્યો, ભારતીય વિધાર્થીઓ પર પડશે સીધી અસર!

કેનેડા સરકારે  –   ભારત અને કેનેડા વચ્ચેના સંબંધોમાં તણાવ છે. દરમિયાન, કેનેડાએ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે ફાસ્ટ ટ્રેક સ્ટડી વિઝા પ્રોગ્રામ એટલે કે સ્ટુડન્ટ ડાયરેક્ટ સ્ટ્રીમ (SDS) સમાપ્ત કર્યો છે. ભારત સહિત ઘણા દેશોના વિદ્યાર્થીઓ પર તેની મોટી અસર પડશે. સ્ટુડન્ટ ડાયરેક્ટ સ્ટ્રીમ હેઠળ અરજી કરનારા વિદ્યાર્થીઓને ખૂબ જ ઓછા સમયમાં સ્ટડી વિઝા મળી જતા હતા. ભારતીય હાઈ કમિશનના જણાવ્યા અનુસાર, ભારત વિદેશી વિદ્યાર્થીઓનો સૌથી મોટો સ્ત્રોત દેશ છે, એક અંદાજ મુજબ, 4 લાખ 27 હજાર ભારતીય વિદ્યાર્થીઓ કેનેડામાં અભ્યાસ કરી રહ્યા છે.

નોંધનીય છે  કે કેનેડા સરકારે  SDS હેઠળ ભારતીય વિદ્યાર્થીઓની અરજીઓ માત્ર 20 દિવસમાં પ્રોસેસ કરવામાં આવતી હતી, એટલે કે આ કામમાં માત્ર 20 દિવસનો સમય લાગતો હતો, પરંતુ હવે તેમાં 8 અઠવાડિયા જેટલો સમય લાગી શકે છે.ડન્ટ ડાયરેક્ટ સ્ટ્રીમ (SDS) વર્ષ 2018 માં લાયક પોસ્ટ-સેકંડરી વિદ્યાર્થીઓ માટે શરૂ કરવામાં આવી હતી, જેથી વિદ્યાર્થીઓ ઝડપથી વિઝા મેળવી શકે. આ અંતર્ગત, ભારત, એન્ટિગુઆ, બાર્બુડા, બ્રાઝિલ, ચીન, કોલંબિયા, કોસ્ટા રિકા, મોરોક્કો, પાકિસ્તાન, પેરુ, ફિલિપાઇન્સ, સેનેગલ, સેન્ટ વિન્સેન્ટ અને ગ્રેનેડાઇન્સ, ત્રિનિદાદ, ટોબેગો, વિયેતનામના વિદ્યાર્થીઓ માટે માર્ગો ખોલવામાં આવ્યા હતા.

આઈઆરસીસીએ આ વાત કહી તે જ સમયે, ઇમિગ્રેશન રેફ્યુજી એન્ડ સિટીઝનશિપ કેનેડા (IRCC) તરફથી એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે અમે અભ્યાસ વિઝા માટેની અરજી પ્રક્રિયામાં તમામ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને સમાન અને ન્યાયી તકો પ્રદાન કરવા માટે પ્રતિબદ્ધ છીએ. નિવેદનમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે કેનેડાનો ધ્યેય ફાસ્ટ ટ્રેક સ્ટડી વિઝા પ્રોગ્રામની અખંડિતતાને મજબૂત કરવાનો અને તમામ વિદ્યાર્થીઓને અરજી પ્રક્રિયામાં સમાનતા પ્રદાન કરવાનો છે.

કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ X પર જાહેરાત કરી હતી કે આ વર્ષે અમે 35 ટકા ઓછા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી વિઝા આપી રહ્યા છીએ અને આવતા વર્ષે આ સંખ્યામાં 10 ટકાનો ઘટાડો થશે. તેમણે કહ્યું કે એ પણ સાચું છે કે ઇમિગ્રેશન આપણા અર્થતંત્ર માટે ફાયદાકારક છે, પરંતુ જ્યારે ખરાબ લોકો સિસ્ટમનો દુરુપયોગ કરે છે અને વિદ્યાર્થીઓનો ફાયદો ઉઠાવે છે ત્યારે અમે આવી કાર્યવાહી કરીએ છીએ.

 

આ પણ વાંચો –   ઉત્તર કોરિયાએ GPS સાથે છેડછાડ કરી, દક્ષિણ કોરિયાના ડઝનબંધ વિમાનો હવામાં લટકાવી દીધા!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *