ગુજરાત ગ્રામપંચાયત ચૂંટણીના પરિણામઃ કયા ગામમાં કોણ બન્યું સરપંચ! જાણો

ગુજરાત ગ્રામપંચાયત ચૂંટણીના પરિણામઃ ગુજરાતમાં 22 જૂન 2025ના રોજ યોજાયેલી ગ્રામપંચાયતની સામાન્ય અને પેટા ચૂંટણીઓમાં રાજ્યભરમાં 78.20 ટકા મતદાન નોંધાયું હતું. રાજ્યની કુલ 8,326 ગ્રામપંચાયતોમાંથી 4,564માં સામાન્ય ચૂંટણી અને 3,524માં પેટા ચૂંટણી યોજાઈ. આમાંથી 751 ગ્રામપંચાયતો સમરસ થઈ, જ્યારે 3,541માંથી 272 ગ્રામપંચાયતોમાં બેઠકો બિનહરીફ થવા કે ઉમેદવારી ન નોંધાવવાના કારણે ચૂંટણી યોજાઈ ન હતી. 25…

Read More

ગુજરાતમાં 142 તાલુકામાં ભારે વરસાદ, નર્મદાના નાંદોદમાં સૌથી વધુ 8.66 ઇંચ ખાબક્યો

Gujarat Today Rain:ગુજરાતમાં ચોમાસું 2025એ જોરદાર શરૂઆત કરી છે, જેના કારણે રાજ્યભરમાં દરરોજ વરસાદી માહોલ જામ્યો છે. સુરત જિલ્લા બાદ હવે નર્મદા જિલ્લામાં ભારે વરસાદે પ્રભુત્વ જમાવ્યું છે. મંગળવારે સુરત અને નર્મદા જિલ્લામાં ધોધમાર વરસાદ પડ્યો, જેના કારણે રાજ્યના 143 તાલુકાઓમાં વરસાદે મેઘમહેર કરી. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના આંકડા અનુસાર, 24 જૂન 2025ના સવારે…

Read More

વલસાડ જિલ્લામાં મેઘરાજાનું તાંડવ,વાપીમાં જળબંબાકારની સ્થિતિ

વલસાડ જિલ્લામાં મેઘરાજાનું તાંડવ: વલસાડ જિલ્લામાં સતત બીજા દિવસે મેઘરાજાએ તાંડવ મચાવ્યું છે, જેના કારણે સમગ્ર જિલ્લો જળબંબાકાર બન્યો છે. ખાસ કરીને વાપી શહેરમાં ભારે વરસાદે હાલત બેહાલ કરી દીધી છે. માત્ર બે કલાકમાં 4 ઈંચ અને કુલ 6 ઈંચથી વધુ વરસાદ ખાબકતાં શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. વાપીમાં જળબંબાકારની સ્થિતિ વલસાડ જિલ્લામાં…

Read More

અમદાવાદ પ્લેન ક્રેશ: ટાટા ગ્રૂપ અને એર ઈન્ડિયા દ્વારા પીડિત પરિવારોને 1.25 કરોડની સહાય આપવાની કરી શરૂ

અમદાવાદ પ્લેન ક્રેશ : ગત 12 જૂન 2025ના રોજ બપોરે 1:40 વાગ્યે અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં એર ઈન્ડિયાની ફ્લાઈટ નંબર 171, જે અમદાવાદથી લંડન જઈ રહી હતી, તે ક્રેશ થઈ હતી. આ દુખદ ઘટનામાં પ્લેનમાં સવાર 12 ક્રૂ મેમ્બર સહિત 242 પેસેન્જરોમાંથી 241 અને ઘટનાસ્થળે 30-35 લોકો મળી કુલ 275 લોકોનાં મોત થયા હતા. 23 જૂન…

Read More

મહેમદાવાદમાં બોગસ દલાલોથી સાવધાન, જમીન ખરીદતા પહેલા ચેતી જજો! નહીંતર પસ્તાશો…

મહેમદાવાદમાં બોગસ દલાલો : મહેમદાવાદ તાલુકામાં જમીન ખરીદવાનું સપનું સાકાર કરતા પહેલા સો વાર વિચારજો, નહીંતર તમારી મહેનતની કમાણી દલાલોના ખોટા દસ્તાવેજોના જાળમાં ફસાઈ જશે! આ વિસ્તારમાં જમીન દલાલોની ચાંદી ચાલી રહી છે, જેઓ બોગસ દસ્તાવેજો અને ખોટા વારસાઈ દાખલાઓ બનાવી એક જ જમીનને પાંચ-સાત લોકોને વેચી દેતા હોવાના ચોંકાવનારા કિસ્સાઓ સામે આવ્યા છે. આવું…

Read More

શક્તિસિંહ ગોહિલે વિસાવદર અને કડી પેટાચૂંટણીની હાર બાદ ગુજરાત કોંગ્રેસ પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું

શક્તિસિંહ ગોહિલ રાજીનામું:  ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટી (GPCC)ના પ્રમુખ  શક્તિસિંહ ગોહિલે વિસાવદર અને કડી વિધાનસભા પેટાચૂંટણીઓમાં પાર્ટીની હાર બાદ નૈતિક જવાબદારી સ્વીકારીને પોતાના પદેથી રાજીનામું આપ્યું છે. આ રાજીનામું ગુજરાતના રાજકીય પરિદૃશ્યમાં એક મહત્વપૂર્ણ ઘટના તરીકે જોવામાં આવી રહ્યું છે, જે કોંગ્રેસ પાર્ટીની આંતરિક ગતિશીલતા અને ભવિષ્યની રણનીતિ પર પ્રકાશ પાડે છે. રાજીનામાનું કારણ અને…

Read More

સુરતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ: 4 કલાકમાં 7.24 ઈંચ વરસાદ, તાપી નદીનો વીયર-કમ-કોઝવે બંધ

સુરત વરસાદ: ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વચ્ચે સોમવાર, 23 જૂન 2025ના રોજ સવારથી જ સુરત શહેર અને જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી દીધી છે. દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ, ખાસ કરીને સુરતમાં, વહેલી સવારથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. સુરત શહેરમાં માત્ર ચાર કલાકમાં 7.24 ઈંચ વરસાદ નોંધાયો છે, જેના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાના દૃશ્યો…

Read More

મહેમદાવાદના વોર્ડનં-3ના કાઉન્સિલર ક્યાં ગાયબ? ખાડા અને ગંદકીથી પ્રજા ત્રાહિમામ!

મહેમદાવાદ-પ્રિમોન્સુન :  મહેમદાવાદ નગરપાલિકાની પ્રિ-મોન્સૂન તૈયારીઓ સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ છે, જેના કારણે ચોમાસાની શરૂઆતમાં જ શહેરની પરિસ્થિતિ ગંભીર બની છે. ચોમાસા પહેલાં 15 દિવસમાં નગરપાલિકાએ શહેરભરમાં આડેધડ ખાડા ખોદી નાખ્યા, જેના પરિણામે મૂશળધાર વરસાદે રસ્તાઓની હાલત બગાડી દીધી. ખાત્રેજ દરવાજાથી વહોરવાડ અને સાંકડા બજાર સુધીનો મુખ્ય રસ્તો ખાડાઓના કારણે બંધ કરવો પડ્યો, જેની સૌથી વધુ…

Read More

વિસાવદર અને કડી વિધાનસભા પેટાચૂંટણીમાં ગોપાલ ઇટાલિયા અને ભાજપના રાજેશ ચાવડાનો ભવ્ય વિજય

વિસાવદર અને કડી પેટાચૂંટણી પરિણામ: વિસાવદર વિધાનસભા પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટી (AAP)ના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ શાનદાર વિજય હાંસલ કર્યો છે. 21 રાઉન્ડની મતગણતરી બાદ ગોપાલ ઇટાલિયાએ 17,581 મતોની જંગી લીડ સાથે ભાજપ અને કોંગ્રેસને પછાડી દીધા. આમ આદમી પાર્ટીને કુલ 75,906 મતો મળ્યા, જ્યારે ભાજપના ઉમેદવાર કિરીટ પટેલને 58,325 અને કોંગ્રેસના નીતિન રાણપરિયાને 5,491 મતો…

Read More

અમદાવાદમાં યુનિટી સેવા ચેરિટેબલ ટ્રસ્ટ અહેલે સાદાત દ્વારા તેજસ્વી વિધાર્થીઓનું કરાયું સન્માન

યુનિટી સેવા ચેરિટેબલ ટ્રસ્ટ અહેલે સાદાત દ્વારા અમદાવાદના સરખેજ સ્થિત  અહદ સ્પોર્ટ્સ ક્લબ ખાતે઼ ધોરણ 10 અને 12ના તેજસ્વી વિદ્યાર્થીઓના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગુજરાતમાં રહેતા સૈયદ સમાજના એવા વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું , સૈયદ સમાજના ધોરણ 10 અને 12માં ધોરણમાં સારા ટકા લાવ્યા હોય તેવા વિધાર્થીઓનો ખાસ સન્માન રાખવામાં…

Read More