વરસાદ

અમદાવાદમાં મૂશળધાર વરસાદ, નરોડામાં બે ઇંચ વરસાદ, અનેક વિસ્તાર પાણીમાં ગરકાવ

અમદાવાદ સહિત રાજયમાં 24 કલાકમાં 153 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. શુક્રવારે મેમ્કો-નરોડા વિસ્તારમાં બે ઈંચ ઉપરાંત વરસાદથી અનેક નીચાણવાળા વિસ્તાર પાણીમાં ભરાયા હતા. જ્યારે આજે વહેલી સવારથી અમદાવાદના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવવાનું શરૂ થઇ ગયું છે. તો બીજી તરફ મીઠાખળી અંડરપાસ બંધ કરી દેવામાં આવ્યો છે….

Read More
વિધાનસભા

આજે વિધાનસભા ચોમાસું સત્રનો છેલ્લો દિવસ,સ્પેશિયલ કોર્ટ બિલ રજૂ કરાશે

ગુજરાત વિધાનસભા ના આજે ચોમાસા સત્રનો છેલ્લો દિવસ છે. આજે ભાજપ સરકાર ભ્રષ્ટાચાર સામે લડવા માટે સ્પેશિયલ કોર્ટ સ્થાપિત કરવાના વિધેયકને ગૃહમાં રજૂ કરવાની તૈયારીમાં છે. આજે આ ખરડો વિધાનસભા ગૃહમાં રજૂ કરશે. વિધાનસભા રાજ્યમાં ઘણા અધિકારીઓ અને કર્મચારીઓ લાંચ લેતા હોવાની બાબતો બહાર આવી છે. આ કિસ્સાઓમાં પકડાયેલા ભ્રષ્ટ અધિકારીઓ સામે હવે કડક કાર્યવાહી…

Read More
રામગીરી મહારાજ

રામગીરી મહારાજે ઇસ્લામના મહાન પયગંબર સાહેબ વિશે વાંધાજનક ટિપ્પણી કરતા ગોમતીપુરમાં ભારે વિરોધ પ્રદર્શન

મહારાષ્ટ્રના રામગીરી મહારાજ દ્વારા ઇસ્લામના મહાન પયગંબર સાહેબને લઇને વાંધાજનક ટિપ્પણી કરી હતી જેના લીધે સમગ્ર મુસ્લિમ સમાજમાં દુ:ખની લાગણી જોવા મળી રહી છે.આ નિવેદન મામલે દેશભરમાં રામગીરી મહારાજ સામે પોલીસ ફરિયાદ થઇ રહી છે.આ રામગીરી મહારાજના વિવાદાસ્પદ નિવેદનને લઇને અમદાવાદ ગોમતીપુરના ઝૂલતા મીનારા ના પટાગણ પાસે મુસ્તુફા રઝા એકેડમી દ્વારા  વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું…

Read More

અમદાવાદમાં ટ્રસ્ટે લોન ન ભરતા શાળા સીલ કરવામાં આવી, વિધાર્થીઓનું ભાવિ જોખમમાં!

 શાળા સીલ: ગુજરાતના અમદાવાદમાં સ્કૂલે લોન ન ભરતા શાળાને સીલ કરવામાં આવી હતી. આ મામલે હવે જિલ્લા શિક્ષણ અધિકારીએ કારણદર્શક નોટસિ પણ સંચાલકોને પાઠવી છે. આ શાળામાં 300 બાળકના ભવિષ્યને લઇને પ્રશ્નાર્થ ઉભો થયો છે. અમદાવાદના ઈસનપુર વિસ્તારની લોટસ સ્કૂલ વિવાદમાં આવી ગઇ  છે. શાળાના ટ્રસ્ટે લોન લીધી હતી જે લોનની અંદાજે સવા કરોડ જેટલી…

Read More
સ્વાતંત્રતા પર્વ

સરખેજમાં સામાજિક સંસ્થા અમવા અને મહેર ક્રેડિટ સોસાયટીએ 78મો સ્વાતંત્રતા પર્વની કરી ઉજવણી

સ્વાતંત્રતા પર્વ ની ઉજવણી:    ભારત દેશમાં 78મો સ્વાતંત્રતા પર્વ ની ઉજવણી કરવામાં આવી હતી, દેશવાસીઓએ ધ્વજવંદન કરીને દેશમાં આઝાદી પર્વની હર્ષઉલ્લાસ સાથે ઉજવણી કરી હતી. સરખેજમાં કાર્યરત  સામાજિક સંસ્થા અમવા અને ધી મહેર મહેર ક્રેડિટ એન્ડ સપ્લાય કો-ઓપરેટીવ સો.લિમિટેડના સંયુક્ત ઉપક્રમે સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. રાષ્ટ્રગીત ગાયને ધ્વજવંદનનો કાર્યક્રમ ઉજવાયો હતો. આ કાર્યક્રમ…

Read More
સ્વાતંત્ર્ય પર્વ

રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની નડિયાદમાં કરાઇ ઉજવણી,મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો

સ્વાતંત્ર્ય પર્વ : ભારત દેશ આજે 78મો સ્વાતંત્રતા પર્વની ઉજવણી કરી રહ્યો છે , દર વર્ષની જેમ આ વર્ષે પણ રાજ્યનો જિલ્લા લેવલો ધ્વજવંદનનો કાર્યક્રમ નડિયાદ ખાતે યોજાયો હતો.ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નડિયાદમાં રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 18 કરોડના વિકાસ કામોનું ઈ-લોકાર્પણ કરશે. રાજ્યપાલની ઉપસ્થિતિમાં વિકાસકામોનાં ઈ-લોકાર્પણ કરવામાં આવશે. આજે આ પ્રસંગે ખેડા સાંસદ…

Read More
હર ઘર તિરંગા

પોસ્ટ ઓફિસની આ સ્કીમથી ઘરે જ મંગાવો માત્ર 25 રુપિયામાં તિરંગો, આજે જ કરો ઓર્ડર

હર ઘર તિરંગા:  ભારત 15મી ઓગસ્ટે 78મો સ્વતંત્રતા દિવસ ઉજવવા જઈ રહ્યું છે. સવારે સમગ્ર દેશમાં ત્રિરંગો ફરકાવવામાં આવશે, ભારતના સ્વાતંત્ર્ય દિનને એક જ દિવસ બાકી છે. દેશભરમાં હર ઘર તિરંગાને લઇને ઉજવણી કરવામાં આવી રહી છે. હવે તમે તિરંગો પોસ્ટ ઓફિસમાંથી ખરીદી શકો છો એ પણ ઘર બેઠા માત્ર 25 રુપિયામાં, તો આજે જ…

Read More

ગાંધીનગરમાં દશામાની મૂર્તિ પધરાવવા જતા પાંચ લોકો ડૂબ્યા, 3 લોકોના મોત, 2 લોકોને બચાવી લેવાયા

દશામાની મૂર્તિ :ગુજરાતના ગાંધીનગરમાંથી પાંચ લોકો ડૂબ્યા છે તેના મોટા સમાચાર સામે આવ્યા છે.આ સમાચારથી સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઇ ગઇ છે. આજે વહેલી સવારે ગાંધીનગરમાં દશામાની મૂર્તિ પધરાવવા જતા પાંચ લોકો સાબરમતી નદીમાં ડૂબ્યા છે. ફાયર વિભાગની ટીમે ભારે શોધખોળ બાદ ડૂબેલા પાંચ લોકોમાંથી ત્રણ લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. નોંધનીય છે કે, મંગળવારે…

Read More
હેલ્મેટ ડ્રાઇવ

અમદાવાદમાં હવે હેલ્મેટ પહેરીને જ નીકળજો, નહીંતર ચલણ પાક્કું,હેલ્મેટ ડ્રાઇવમાં આટલા કેસ નોંધાયા

હેલ્મેટ ડ્રાઇવ:  હેલ્મેટ વિના કે રોંગ સાઇડમાં વાહન ચલાવનારાઓ સામે કડક કાર્યવાહીની ચેતવણી છતાં દર મિનિટે એકથી વધુ અમદાવાદીઓ હેલ્મેટ વિના ઝડપાયા હતા. તેમજ ઝુંબેશ દરમિયાન રોડની રોંગ સાઈડ પર વાહન ચલાવવા બદલ વાહનચાલકોને પ્રતિ કલાક 10ને દંડ ફટકારવામાં આવ્યો હતો. ગુરુવાર અને શુક્રવારના બે દિવસમાં પોલીસે હેલ્મેટના ઉલ્લંઘનના 3,352 કેસ નોંધ્યા છે અને સ્થળ…

Read More
ગેરહાજર શિક્ષક

શાળામાં લાંબા સમયથી ગેરહાજર રહેનારા શિક્ષકોની હવે ખેર નથી! સરકારે મંગાવી યાદી, કડક કાર્યવાહીની કરાઇ તૈયારી

ગેરહાજર શિક્ષક:  બનાસકાંઠા જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાના શિક્ષક કે જેઓ પગાર મેળવ્યા છતાં 2016 થી કામ પર ગેરહાજર રહે છે તેવા તાજેતરના વિવાદને પગલે રાજ્ય સરકારે તમામ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીઓ પાસેથી વધુ સમયથી ગેરહાજર રહેતા શિક્ષકોની માહિતી મેળવવાનો નિર્ણય કર્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર રાજ્યભરની પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ગેરહાજરીના ચાલી રહેલા મુદ્દાના જવાબમાં આ કાર્યવાહી કરવામાં…

Read More