
વકફ કાયદા પર સુપ્રીમ કોર્ટની સુનાવણી, બંધારણના ઉલ્લંઘનના નક્કર પુરાવા હશે તો જ હસ્તેક્ષપ શક્ય બનશે
વકફ કાયદા પર સુપ્રીમ કોર્ટ- સુપ્રીમ કોર્ટે મંગળવારે વકફ (સુધારા) અધિનિયમ, 2025 ની બંધારણીય માન્યતાને પડકારતી અરજીઓ પર સુનાવણી કરી. મુખ્ય ન્યાયાધીશ ભૂષણ રામકૃષ્ણ ગવઈની આગેવાની હેઠળની બે સભ્યોની બેન્ચે ફરિયાદ પક્ષ અને બચાવ પક્ષની દલીલો સાંભળી. બેન્ચના બીજા ન્યાયાધીશ જસ્ટિસ ઓગસ્ટિન જ્યોર્જ મસીહ હતા. સુનાવણી દરમિયાન, CJI એ સંસદ દ્વારા પસાર કરાયેલા કાયદાઓની બંધારણીયતા…