Champions Trophy 2025: કોહલી 45 રન બનાવતાની સાથે જ ઇતિહાસ રચશે, ગેલનો આ મહાન રેકોર્ડ તોડશે

Champions Trophy 2025

Champions Trophy 2025:  દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં યોજાનાર આ મહત્ત્વના મુકાબલામાં સ્ટાર ભારતીય બેટ્સમેન વિરાટ કોહલી માટે ઇતિહાસ રચવાનો શ્રેષ્ઠ અવસર છે. કોહલી હાલમાં શાનદાર ફોર્મમાં છે અને ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં અત્યાર સુધી એક શતક અને એક અર્ધશતક ફટકારી ચૂક્યા છે.

વિરાટ કોહલી કયા રેકોર્ડ તોડશે?
ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી ફાઈનલમાં જો ઓછામાં ઓછા 46 રન બનાવવામાં સફળ રહે તો તે ક્રિસ ગેલનો રેકોર્ડ તોડીને ચેમ્પિયન્સ ટ્રોફીના ઇતિહાસમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની જશે.

ક્રિસ ગેલે ચેમ્પિયન્સ ટ્રોફીમાં 17 મેચમાં 791 રન બનાવ્યા છે, જેમાં ત્રણ શતક અને એક અર્ધશતક સામેલ છે. બીજી તરફ, વિરાટ કોહલીએ 17 મેચમાં 746 રન બનાવ્યા છે.

ચેમ્પિયન્સ ટ્રોફીમાં સૌથી વધુ રન બનાવનારા ખેલાડીઓ

  • બેન ડકેટ (ઈંગ્લેન્ડ) – 3 મેચ, 227 રન, સર્વશ્રેષ્ઠ સ્કોર 165
  • રચિન રવિન્દ્ર (ન્યૂઝીલેન્ડ) – 3 મેચ, 226 રન, સર્વશ્રેષ્ઠ સ્કોર 112
  • જો રૂટ (ઈંગ્લેન્ડ) – 3 મેચ, 225 રન, સર્વશ્રેષ્ઠ સ્કોર 120
  • વિરાટ કોહલી (ભારત) – 4 મેચ, 217 રન, સર્વશ્રેષ્ઠ સ્કોર 100*
  • ઈબ્રાહિમ ઝદરાન (અફઘાનિસ્તાન) – 3 મેચ, 216 રન, સર્વશ્રેષ્ઠ સ્કોર 177
  • શ્રેયસ ઐયર (ભારત) – 4 મેચ, 195 રન, સર્વશ્રેષ્ઠ સ્કોર 79
  • રસ્સી વાન ડેર ડુસેન (દક્ષિણ આફ્રિકા) – 3 મેચ, 193 રન, સર્વશ્રેષ્ઠ સ્કોર 72*
  • ટૉમ લાથમ (ન્યૂઝીલેન્ડ) – 4 મેચ, 191 રન, સર્વશ્રેષ્ઠ સ્કોર 118*
  • કેન વિલિયમસન (ન્યૂઝીલેન્ડ) – 4 મેચ, 189 રન, સર્વશ્રેષ્ઠ સ્કોર 102
  • શુભમન ગિલ (ભારત) – 4 મેચ, 157 રન, સર્વશ્રેષ્ઠ સ્કોર 101*

વિરાટ કોહલીએ છેલ્લી મેચમાં શિખર ધવનના 701 રનના રેકોર્ડને પછાડીને ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત માટે સૌથી વધુ રન બનાવનારા બેટ્સમેન બની ગયા છે.

કોહલી કરી શકે છે વધુ એક મોટું કારનામું
વિરાટ કોહલી પાસે ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં સૌથી વધુ રન બનાવનારા બેટ્સમેન બનવાનો પણ મોકો છે. અત્યાર સુધી તેઓ ચાર મેચમાં 217 રન ફટકારી ચૂક્યા છે અને હાલ ચોથી ક્રમે છે.

ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં સૌથી વધુ રન બનાવનારા ખેલાડીઓ

ક્રમાંક ખેલાડી દેશ મેચ રન સર્વશ્રેષ્ઠ સ્કોર
1 બેન ડકેટ ઈંગ્લેન્ડ 3 227 165
2 રચિન રવિન્દ્ર ન્યૂઝીલેન્ડ 3 226 112
3 જો રૂટ ઈંગ્લેન્ડ 3 225 120
4 વિરાટ કોહલી ભારત 4 217 100*
5 ઈબ્રાહિમ ઝદરાન અફઘાનિસ્તાન 3 216 177
6 શ્રેયસ ઐયર ભારત 4 195 79
7 રસ્સી વાન ડેર ડુસેન દક્ષિણ આફ્રિકા 3 193 72*
8 ટૉમ લાથમ ન્યૂઝીલેન્ડ 4 191 118*
9 કેન વિલિયમસન ન્યૂઝીલેન્ડ 4 189 102
10 શુભમન ગિલ ભારત 4 157 101*

કુમાર સંગાકારાને પાછળ છોડવાની તક
વિરાટ કોહલીએ અત્યાર સુધી 301 વનડે મેચમાં 14,180 રન બનાવ્યા છે. જો તેઓ ફાઈનલમાં 55 રન બનાવે છે, તો વનડે ઇતિહાસમાં શ્રીલંકાના પૂર્વ કેપ્ટન કુમાર સંગાકારાને પાછળ છોડી વિશ્વના બીજા સૌથી વધુ રન બનાવનારા બેટ્સમેન બની જશે.

વિરાટ કોહલી માટે આ ફાઈનલ ઐતિહાસિક બની શકે છે!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *