લલ્લા બિહારી ધરપકડ – અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં ગેરકાયદે બાંધકામો સામે તંત્રની કાર્યવાહી બીજા દિવસે પણ ચાલુ રહી. બે દિવસમાં 2000થી વધુ ગેરકાયદે મકાનો તોડીને લાખો ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરવામાં આવી. આ કામગીરી દરમિયાન ક્રાઈમ બ્રાન્ચે લલ્લા બિહારી (Lalla Bihari arrested) અને તેના પુત્ર ફતેહ મોહમ્મદ પઠાણની ધરપકડ કરી છે. આ બાપ-દીકરાએ સરકારી જમીન પર ગેરકાયદે મકાનો બનાવી, તેને ભાડે આપીને ચંડોળા તળાવ વિસ્તારમાં “મિની બાંગ્લાદેશ” ઉભું કર્યું હતું.
ચંડોળા તળાવ વિસ્તારમાં પોલીસે લલ્લા બિહારીના(Lalla Bihari arrested) ત્રણ મકાનોમાં સર્ચ કર્યું, જ્યાં સહી-સિક્કાવાળા સ્ટેમ્પ, લેટરપેડ, ભાડાના હિસાબો અને અન્ય વ્યવસાયના દસ્તાવેજો મળ્યા. તપાસમાં જાણવા મળ્યું કે, લલ્લા બિહારી બાંગ્લાદેશથી મહિલાઓને કામની લાલચે લાવી, સવારે ફેક્ટરીઓમાં કામ કરાવતો અને રાત્રે દેહવેપાર જેવી ગેરકાયદે પ્રવૃત્તિઓ કરાવતો હતો. આ વિસ્તારમાં ડ્રગ્સ, ચોરી અને અન્ય ગેરકાયદે ધંધાઓ પણ ચાલતા હતા.
ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી, પોલીસ કમિશનર જી.એસ. મલિક, અને મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની સહિતના અધિકારીઓ ચંડોળા તળાવ પહોંચ્યા હતા. હર્ષ સંઘવીએ ચાલી રહેલી કામગીરીનો અહેવાલ મેળવ્યો. JCP ક્રાઈમ શરદ સિંઘવે લલ્લા બિહારીની ગેરકાયદે પ્રવૃત્તિઓ વિશે વિગતો આપી.